નવી દિલ્હીઃ ચીને ફરી એકવાર આતંકવાદને કાબૂમાં લેવાના ભારતના પ્રયાસોમાં અડચણ ઉભી કરવાના પ્રયાસ કર્યાં છે. પાકિસ્તાની આતંકવાદી હાફિઝ તલ્હા સઈદને યુએનમાંથી બ્લેકલિસ્ટ કરવાના પ્રસ્તાવને ચીને વીટો કરી દીધો છે. સુરક્ષા પરિષદમાં છેલ્લા 6 મહિનામાં આ પાંચમી વખત છે જ્યારે ચીને આ રીતે ઠરાવ પડતો મૂક્યો છે. વર્ષો સુધી સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાનું સમર્થન મેળવ્યા બાદ પણ ભારતને ચીન તરફથી આ રીતે ઝટકો લાગ્યો છે. છેલ્લા 6 મહિનામાં આવું 5 વખત થયું છે અને ડ્રેગન હાફિઝ સઈદના પુત્ર સહિત ઘણા ખતરનાક આતંકીઓને બચાવી ચૂક્યા છે.
હાફિઝ તલ્હા સઈદ લશ્કરના નેતા હાફિઝ સઈદનો પુત્ર છે. સઈદ પર મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનો આરોપ છે. હાલમાં ચીને તેને બ્લેકલિસ્ટ કરવાના પ્રયાસને અટકાવ્યો છે. ચીને યુએન સિક્યુરિટી કાઉન્સિલની 1297 અલ કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ સઈદને બ્લેકલિસ્ટ કરવાનો પ્રસ્તાવ પસાર કરવાનો ઇનકાર કર્યો છે. ભારતે આ અંગે નારાજગી વ્યક્ત કરીને ચીનના વલણ પર સવાલ ઉઠાવ્યા છે.
ડિસેમ્બર 2016માં, મહમૂદ અને લશ્કરના અન્ય નેતા મોહમ્મદ સરવરને યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યા હતા. મેહમૂદ પર ટેરર ફંડિંગનો આરોપ છે. તેણે લશ્કર-એ-તૈયબાને ભંડોળ પૂરું પાડ્યું હતું. તેની નાણાકીય પાંખ ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશનના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. યુએસ અનુસાર, ઓગસ્ટ 2013માં મેહમૂદની ઓળખ લશ્કરની પબ્લિકેશન વિંગના સભ્ય તરીકે થઈ હતી. અગાઉ તે લશ્કરના વિદેશી ઓપરેશનના વડા સાજિદ મીરની ટીમ સાથે સંકળાયેલો હતો. મહમૂદે સ્વીકાર્યું હતું કે લશ્કરનો હેતુ ભારત અને અમેરિકા પર હુમલો કરવાનો હતો.
અબ્દુલ રહેમાન મક્કી હાફિઝ સઈદના સંબંધમાં સાળો લાગે છે. અમેરિકા દ્વારા તેને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ ચીને છેલ્લી ઘડીએ તેને બ્લેકલિસ્ટ કરવાના પ્રયાસો અટકાવી દીધા હતા. મક્કી જમાત-ઉદ-દાવાનો બીજો નેતા છે. અમેરિકાનો દાવો છે કે મક્કી લશ્કર-એ-તૈયબાના ટ્રેનિંગ કેમ્પને ફંડ આપે છે. વર્ષ 2007માં મક્કીએ આવા જ એક તાલીમ શિબિરને લગભગ 2.5 લાખ યુએસ ડોલર આપ્યા હતા.
આ વર્ષે ઓગસ્ટમાં ચીને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી સંગઠનના નેતા અબ્દુલ રઉફ અઝહર પર પ્રતિબંધ લગાવવાના પ્રસ્તાવ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. અઝહરને 2010માં અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યો હતો. તેના પર પાકિસ્તાનમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે. જૈશનો ભારતીય નેતા અઝહરને પણ ચીનને બચાવ્યો હતો. અમેરિકા અને ભારત બંનેને તેના પર પ્રતિબંધ લગાવવામાં રસ હતો, પરંતુ ચીને આ વખતે પણ રસ્તો રોકી દીધો હતો. ડિસેમ્બર 1999માં કાઠમંડુથી દિલ્હી આવતી ઈન્ડિયન એરલાઈન્સને હાઈજેક કર્યા બાદ અઝહર દુનિયાના ધ્યાન પર આવ્યો હતો.
ચીને મુંબઈ આતંકી હુમલાના આરોપી સાજિદ મીર પર પ્રતિબંધ લગાવવાના પ્રયાસને પણ વીટો કરી દીધો હતો. મુંબઈ આતંકવાદી હુમલામાં 160 થી વધુ લોકોના મોત થયા હતા અને ચીને આવા જઘન્ય હુમલાના ગુનેગાર સાજિદ મીરને રક્ષણ પુરુ પાડ્યું છે.
ભારત અને અમેરિકા તેને વૈશ્વિક આતંકવાદીની યાદીમાં મૂકવા માગતા હતા. સાજીદ મીર ભારતનો મોસ્ટ વોન્ટેડ ઉગ્રવાદી છે. અમેરિકાએ તેને પકડવા માટે 5 મિલિયન યુએસ ડોલરનું ઈનામ પણ રાખ્યું છે. આ વર્ષે જૂનમાં પાકિસ્તાનની એક કોર્ટે તેને ચાલી રહેલી આતંકવાદી ગતિવિધિઓ માટે ભંડોળ એકત્ર કરવા બદલ 15 વર્ષની જેલની સજા સંભળાવી હતી.