Site icon Revoi.in

ચીન બોર્ડર પર એડવાન્સ લેવલના હથિયાર તૈનાત કરી રહ્યુ છે: રિપોર્ટ

Social Share

દિલ્લી: ચીન છેલ્લા કેટલાક મહિનામાં એવો દેશ બનીને ઉભર્યુ છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ ગયુ છે. આવા સમયમાં દેશના એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન બોર્ડર પર પોતાના એડવાન્સ લેવલના હથિયારોને તૈનાત કરી રહ્યું છે અને તેનો ઉપયોગ ભારત વિરુદ્ધ પણ કરી શકે તેમ છે. ચીન પર વિશ્વાસ કરવો એટલે ઝહેરના પારખા કરવા બરાબર થઈ ગયુ છે.

મીડિયા રિપોર્ટમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે ચીન દ્વારા ભલે બોર્ડર પર શાંતિની વાત કરવામાં આવી રહી હોય પણ ભારત સરકારે ચીનની તમામ ગતિવિધિ પર નજર રાખવી જોઈએ, કેમ કે ચીન કોઈ પણ સમયે ભારતીય બોર્ડર પર હલચલ કરી શકે છે અને ચીનની આર્મી દ્વારા કેટલાક એડવાન્સ લેવલના હથિયાર લગાવવામાં આવી રહ્યા છે.

જો વાત કરવામાં આવે ચીનના વલણની તો થોડા મહિના પહેલા ચીનની આર્મી દ્વારા ભારતના સૈન્ય પર દગો કરીને હૂમલો કરવામાં આવ્યો. જેના જવાબમાં ચીનના નોંધપાત્ર આંકડામાં સૈનિકો ભારતીય જવાનોના હાથે મોતને ઘાટ ઉતર્યા અને ભારતના પણ કેટલાક જવાન શહીદ થયા હતા. આ પછી ચીન સાથે ભારતના સંબંધો ભયંકર રીતે બગડ્યા છે જે ચીનની સરકારને મોટો ફટકાર છે.

અહેવાલ મુજબ, બેઇજિંગે અગાઉ સ્વચાલિત હોવિટ્ઝર્સ, સશસ્ત્ર અસોલ્ટ વાહનો અને લાંબા અંતરની મલ્ટીપલ રોકેટ લોંચર સિસ્ટમ ગોઠવી હતી. મિસાઇલ સિસ્ટમ્સ અને રોકેટને HQ-17A ફીલ્ડ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ (HQ-17A ફીલ્ડ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ) અને PHL-11 122mm કેલિબર સેલ્ફ-પ્રોપેલ્ડ મલ્ટીપલ રોકેટ લોંચર સિસ્ટમ (PHL-11 122mm કેલિબર સેલ્ફ-પ્રોપેલ્ડ) પણ કહેવામાં આવે છે.

રિપોર્ટમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે ભારત દ્વારા ચીનની તમામ ચાલ પર નજર રાખવામાં આવી રહી છે અને તેને લઈને તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ભારતમાં જાણકારો અને આંતરરાષ્ટ્રીય પોલિટિક્સના વિશ્લેશકો દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે ચીનની કોઈ વાત પર ભરોસો કરી શકાય નહી.