- એલએસી પર તણાવની સ્થિતિ
- ચીન કરી રહ્યું છે હજારો ભારતીયોની જાસૂસી
- ટેકનોલોજીના ઉપયોગથી ચીન ભારતના લોકોની કરે છે જાસૂસી
- દેશના નેતાઓ ,અધિકારીઓ અને મુખ્યમંત્રીની ગતિવિધિઓ પર ચીનની નજર
છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં લદ્દાખ સીમા વિવાદ બાદ સ્થિતિ ગંભીર જોવા મળી રહી હતી. ત્યાર બાદ ચીની સેના અને ભારતીય સેના આમને સામને આવવાની સ્થિતિમાં હતા,ચીનએ ભારતના વિસ્તારોમાં ઘુસણખોરી કરવાનાન પ્રયત્નો કર્યા હતા જો કે ભારતીય સેનાએ તેને નાકામ કર્યા હતા ત્યાર બાદ બન્ને દેશના વિદેશ મંત્રીઓની વાતાઘાટા બાદ સ્થિતિ થોડી સામાન્ય રહી છે ત્યારે એલએસી પર તણાવ વચ્ચે ચીનની જનર હવે ભારતની મહાન હસ્તીઓ પર છે
દેશના ખુબ જ જાણીતા નેતાઓ અને મોટી હસ્તીઓની ચીન જાસુસી કરતું હોવાના સમાચાર મળી આવ્યા છે. આ નેતાઓમાં દેશના પ્રધાનમંત્રીથી લઈને કેન્દ્રીય પ્રધાન, મુખ્ય પ્રધાનથી લઈને સૈન્ય અધિકારી અને મોટા અધિકારીઓથી માંડીને ઉદ્યોગપતિ સુધીના તમામ લોકોને તેઓ નિશાન બનાવી રહ્યા છે. જ્યારે ભારતે ઘણી ચીની કંપનીઓ પર પ્રતિબંધ મુક્યો છે અને પરિસ્થિતિ તંગ જોવા મળી રહી છે, ત્યારે આ પ્રકારનો ચોકવાનારો ખુલાસો થયો છે
પ્રાત્પ માહ્તી પ્રમાણે પૂર્વ પ્ધાનમંત્રી મનમોહન સિંહ, સોનિયા ગાંધી, CDS બિપીન રાવત જેવા અનેક મોટા રાજનેતાઓ-અધિકારીઓ પર ચીન બાજ જનર રાખી રહ્યું છે, કેટલાક મુખ્યમંત્રીઓ અને કેટલાક સાંસદોની જાસૂસી ચીન દ્વારા કરવામાં આવી રહી છે. આ સાથે જ દેશની સેના સાથે જોડાયેલા લોકોની જાસૂસી કરીને અનેક ગુપ્ત માહિતી જાણવાના પ્રયાસો થઈ રહ્યા છે આ દિશામાંમ કામ કરતી ચીનની બે કંપનીઓના નામ સામે આવી ચૂક્યા છે
ચીન માટે જાસૂસીની દિશામાં કાર્યરત કંપની શેનઝેન ઇન્ફોટેક-ઝેન્હુઆ ઇન્ફોટેકને ગણવામાં આવી રહી છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી માટે કંપનીઓ જાસૂસી કરતી હોવાનો ખુલાસો થયો છે, આ કંપનીઓ જાસૂસી કરીને આ તમામ મોટા નેતાઓ અધિકારીઓની માહિતી મેળવી રહી છે.
સાહીન-