નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સરહદ મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. દમિયાન ભારતીય સેનાની રણનીતિ જાણવા માટે ચીન હવે હિન્દી ભાષા જાણતા ચાઈનીઝ નાગરિકોની આર્મીમાં ભરતી કરી રહ્યું છે. આ ઉપરાંત લદ્દાખ સહિતના વિસ્તારોની માહિતી જાણવા તિબેટીયનોને પણ સેનામાં જોડવાની કામગીરી શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીનની પીપલ્સ લિબરેશન આર્મી હાલના સમયમાં હિન્દી ભાષા જાણતા ગ્રેજ્યુએટ યુવાનોની ભરતી કરી રહ્યું છે, એવું માનવામાં આવે છે કે ચીની સેના ભારત સંબંધિત ગુપ્ત માહિતી એકઠી કરવા અને વાસ્તવિક સરહદ અંગે માહિતી એકત્ર કરવા માટે આ કામગીરી કરીમાં આવી રહી હોવાનું જાણવા મળે છે. અહેવાલો અનુસાર, વેસ્ટર્ન થિયેટર કમાન્ડ હેઠળ આવતા તિબેટ મિલિટરી ડિસ્ટ્રિક્ટે આ વર્ષે જૂનમાં ભરતી શરૂ કરી હતી.
ચીની સેનાની વેસ્ટર્ન થિયેટર કમાન્ડ ભારત સાથેની સરહદની સુરક્ષાનું ધ્યાન રાખે છે. તિબેટ મિલિટરી ડિસ્ટ્રિક્ટ એ ભારતના પૂર્વોત્તર રાજ્યો અને ઉત્તરાખંડની સરહદ ઉપર નજર રાખે છે. લદ્દાખ પર નજર રાખનાર શિનજિયાંગ મિલિટરી ડિસ્ટ્રિક્ટ પણ આ આદેશ હેઠળ કામ કરે છે. ગુપ્તચર માહિતી અનુસાર તિબેટ મિલિટરી ડિસ્ટ્રિક્ટે ચીનમાં ઘણી કોલેજો અને યુનિવર્સિટીઓની મુલાકાત લીધી છે.
આ દરમિયાન વિદ્યાર્થીઓને હિન્દીના અનુવાદક તરીકે ચીનની સેનામાં તેમનું ભવિષ્ય કેવુ હશે તેની માહિતી આપી હતી. આ ઉપરાંત છેલ્લા કેટલાક મહિનામાં PLAએ મોટી સંખ્યામાં હિન્દી બોલી શકતા તિબેટીયન લોકોની ભરતી કરી રહ્યું છે તેમને ભારત સાથેની ઉત્તરી સરહદો પર તૈનાત કરવામાં આવી રહ્યા છે. જોકે, ભારત પણ ચીનની રણનીતિનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે. તાજેતરમાં, ભારતીય સેનાએ સૈનિકો માટે તિબેટોલોજીનો કોર્સ શરૂ કર્યો. ભારતીય સેનાના ત્રિશક્તિ કોર્પ્સે ટ્વિટ કર્યું હતું કે તિબેટોલોજી કોર્સની પ્રથમ બેચ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે સેનાએ કેપ્શનમાં લખ્યું કે, ‘ભાષા સંસ્કૃતિ માટે રોડ મેપ છે’.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય સેના અને ચીનની સેના વચ્ચે વર્ષ 2020માં પૂર્વીય લદ્દાખમાં અથડામણ થઈ હતી. આ ઘટના બાદ ચીની સેનાએ તિબેટીયનોની ભરતી શરૂ કરી છે. તિબેટીયનો પાસે લદ્દાખ અંગે માહિતી ધરાવે છે. એટલું જ નહીં, ચીનની સેના સિક્કિમની સરહદ પર તિબેટીયન લોકોને સ્વયંસેવક મિલિશિયા તરીકે પણ ભરતી કરી રહી છે.