Site icon Revoi.in

ચીને ગલવાન ઘાટી હિંસામાં સામેલ સૈનિકને ટોર્ચ બિયરર બનાવ્યો,ભારતે વિરોધ નોંધાવી ઓલમ્પિકનો કર્યો બહિષ્કાર

Social Share

દિલ્હી:ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને ચીન દ્વારા હજુ સુધી અક્કલ ઠેકાણે આવી ન હોય તેવું લાગી રહ્યું છે. ગલવાન ઘાટી બાદ ચીનના સૈનિકોનો આત્મવિશ્વાસ તૂટી પડ્યો છે અને હવે તેઓ જાણે છે કે વધારે લાંબુ થશે તે તેઓ ભારત સામે ટકી શકશે નહી, આવામાં ચીનની સરકારે હવે પોતાના સૈનિકોને આત્મવિશ્વાસ વધારવા માટે ગલવાન ઘાટી હિંસામાં સામેલ સૈનિકને ટોર્ચ બિયરર બનાવ્યો છે.

ગલવાન હિંસામાં ઘાયલ થયેલા સૈનિકોને વિંટર ઓલિમ્પિકમાં મશાલવાહક બનાવવાના ચીનના નિર્ણયના વિરોધમાં ભારતે એક મોટો નિર્ણય લીધો છે. ભારતે ચીનની રાજધાની બેઈજિંગમાં આયોજિત થનારી વિંટર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ભારતે જણાવ્યું કે બેઈજિંગ ઓલિમ્પિકમાં તેના ટોચના રાજદ્વારી નેતાઓ હાજરી નહીં આપે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ગલવાન હિંસામાં ઘાયલ સૈનિકને મશાલ વાહક બનાવવાનો રિપોર્ટ અમે જોયો છે. આ હકીકતમાં ખેદપૂર્ણ છે કે ચીની પક્ષ રમતોનું રાજનીતિકરણ કરી રહ્યું છે. તેના વિરોધમાં બેઈજિંગમાં આપણા ચાર્જ ધ અફેર્સ વિંટર ઓલિમ્પિકમાં ભાગ નહીં લે.

ભારત અને ચીન વચ્ચે ગલવાનમાં થયેલી અથડામણ દરમિયાન ઘણા સૈનિકો નદીમાં તણાઇ ગયા હોવાનો દાવો એક ઓસ્ટ્રેલિયન અખબારે કર્યો હતો. ઓસ્ટ્રેલિયન અખબારે સમગ્ર મામલાની તપાસ માટે સોશિયલ મીડિયા રિસર્ચર્સની એક આખી અલગ ટીમ તૈયાર કરી હતી. જેણે ‘ગલવાન ડીકોડેડ’ નામનો અહેવાલ બહાર પાડ્યો હતો. જેના વિશેષ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના ઘણા સૈનિકો તે રાત્રે ગાલવાન નદીમાં તણાઈ ગયા હતા. આ સંશોધન અહેવાલે ડ્રેગનના તમામ દાવાઓને ધ્વસ્ત કરી દીધા હતા.આ સાથે જ રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે ખીણમાં ગલવાન નદી પાર કરતી વખતે ઘણા ચીની સૈનિકો ડૂબી ગયા હતા, જે બાદ તેમનું મોત થયું હતું. સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનને ભારે નુકસાન થયું છે.