ચીનઃ 133 પ્રવાસીઓ સાથે વિમાન ક્રેશ થયું, બચાવ કામગીરી શરૂ કરાઈ
નવી દિલ્હીઃ ચીનમાં મોટી દૂર્ઘટના સામે આવી છે. ચીનમાં એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. આ એરક્રાફ્ટમાં 133 પ્રવાસીઓ સવાર હતા. આ દૂર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા તે જાણી શકાયું નથી. જે વિમાન ક્રેશ થયું તે ચીન ઈસ્ટેર્ન એરલાયન્સનું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર બોઈંગ 373 વિમાન ગુઆંગ્શી વિસ્તારમાં વુઝોઉ શહેર પાસે ગ્રામીણ વિસ્તારમાં દૂર્ઘટનાગ્રસ્ત થયું છે. પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થયા બાદ આગ લાગી હતી. આ દૂર્ઘટના પર્વતોની વચ્ચે સર્જાઈ હતી. આ બનાવની જાણ થતા બચાવ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. આ પ્લેને ચેનગ્શુઈ એરપોર્ટ ઉપરથી 1.15 કલાકે ઉડાન ભરી હતી. લગભગ 3 કલાકે ફ્લાઈટ ગુઆંગડોનગ પહોંચવાનું હતું. જો કે, તે પહેલા જ દૂર્ઘટના સર્જાઈ હતી.