Site icon Revoi.in

ચીને 6G ટેક્નોલોજી તૈયાર કરીને બનાવ્યો ‘વર્લ્ડ રેકોર્ડ’

Social Share

દુનિયાભરમાં 5G પર કામ કરવામાં આવી રહ્યું છે, તેથી ચીને આ દિશામાં એક પગલું આગળ વધારતા 6G પર કામ શરૂ કર્યું છે. 6G ટેક્નોલોજી પર કામ કરી રહેલા ચીની સંશોધકોએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેઓએ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડેટા સ્ટ્રીમિંગ સ્પીડમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.આનાથી ચીનને વાયરલેસ કોમ્યુનિકેશનની આગામી પેઢી માટે સ્પર્ધાત્મક લાભ મેળવવામાં મદદ મળી શકે છે.સંશોધકોએ વોર્ટેક્સ મિલિમીટર વેવ્ઝનો ઉપયોગ કરીને એક સેકન્ડમાં એક ટેરાબાઈટ ડેટા એક કિલોમીટર સુધી મોકલ્યો.

અહેવાલ મુજબ,વોર્ટેક્સ મિલિમીટર તરંગો ઉચ્ચ-આવર્તન રેડિયો તરંગોનો એક પ્રકાર છે, જે ઝડપથી ફરે છે. સિંઘુઆ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એરોસ્પેસ એન્જિનિયરિંગના પ્રોફેસર ઝાંગ ચાઓની આગેવાની હેઠળની એક ટીમે 9 ફેબ્રુઆરીના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગયા મહિને બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક્સ કમ્પાઉન્ડમાં સ્થાપિત પ્રાયોગિક વાયરલેસ કોમ્યુનિકેશન લાઇન એકસાથે 10,000 ઉપકરણો સાથે કનેક્ટ થઈ શકે છે.

ચીની સંશોધકોએ દાવો કર્યો હતો કે પ્રયોગ દર્શાવે છે કે ચીન 6G માટે સંભવિત મહત્વની ટેક્નોલોજીઓ પર સંશોધનમાં વિશ્વમાં અગ્રેસર છે. આ વર્ષની શરૂઆતમાં ચીની વૈજ્ઞાનિકોએ જાહેરાત કરી હતી કે,તેઓએ 6G ટેક્નોલોજી વિકસાવી છે જે 5G કરતા ઓછામાં ઓછી 100 ગણી ઝડપી છે.6G સંશોધકોના જણાવ્યા અનુસાર,વિન્ટર ઓલિમ્પિક કમ્પાઉન્ડમાં સ્થાપિત પ્રાયોગિક વાયરલેસ લાઇન એકસાથે 10,000 કરતાં વધુ HD લાઇવ વિડીયો ફીડ્સને સ્ટ્રીમ કરી શકે છે.તે એક નવા ભૌતિક પરિમાણને રજૂ કરવા વિશે છે, જે લગભગ અમર્યાદિત શક્યતાઓ સાથે સંપૂર્ણ નવી દુનિયા તરફ દોરી શકે છે.