Site icon Revoi.in

પેરિસ ઓલિમ્પિક 2024 મેડલ ટેબલમાં ચીન ટોચ પર, ભારત 48માં સ્થાને

Social Share

નવી દિલ્હીઃ રિસ ઓલિમ્પિક્સની મેડલ ટેલીમાં 13 ગોલ્ડ મેડલ સાથે ચાઇના ટોચ પર છે, જ્યારે યજમાન ફ્રાન્સ 11 ગોલ્ડ મેડલ સાથે બીજા ક્રમે અને સ્પર્ધાના સાતમા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને છે. શનિવારે સ્પર્ધાના આઠમા દિવસ સુધી ચીન પાસે 13 ગોલ્ડ, 9 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કુલ 31 મેડલ છે.

ફ્રાન્સ 11 ગોલ્ડ, 12 સિલ્વર અને 13 બ્રોન્ઝ સાથે કુલ 36 મેડલ સાથે બીજા સ્થાને પહોંચી ગયું છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા 11 ગોલ્ડ સહિત કુલ 22 મેડલ સાથે ત્રીજા સ્થાને સરકી ગયું છે. કુલ 43 મેડલ સાથે અમેરિકા 9 ગોલ્ડ, 18 સિલ્વર અને 16 બ્રોન્ઝ સાથે ચોથા સ્થાને છે. ગ્રેટ બ્રિટન નવ ગોલ્ડ સહિત 27 મેડલ સાથે પાંચમા ક્રમે છે. ગુરુવારે 50m રાઈફલ 3P પુરુષોની ઈવેન્ટમાં સ્વપ્નિલ કુસાલેના બ્રોન્ઝ મેડલ બાદ, ભારત ટેબલમાં 48માં સ્થાને સરકી ગયું છે.

મેડલ ટેલી:

ટોચના 5 અને ભારત: