Site icon Revoi.in

ચીન AIથી ભારતની ચૂંટણીઓને પ્રભાવિત કરવાની ફિરાકમાં, માઈક્રોસોફ્ટનો દાવો

Social Share

નવી દિલ્હી: માઈક્રોસોફ્ટે ચેતવણી આપી છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જનરેટેડ કન્ટેટનો ઉપોયગ કરીને ભારત, અમેરિકા અને દક્ષિણ કોરિયાની ચૂંટણીઓ પર પ્રભાવ પાડી શકે છે. આ ચેતવણી ત્યારે આવી છે, જ્યારે ચીને તાઈવાનના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂટણી દરમિયાન પરિણામોને પ્રભાવિત કરવા માટે એઆઈનો ઉપયોગ કરીને પરીક્ષણ કર્યું હતું. મહત્વપૂર્ણ છે કે દુનિયાભરના ઓછામાં ઓછા 64 દેશોમાં રાષ્ટ્રીય ચૂંટણી થઈ રહી છે. આ દેશમાં સામુહિક રીતે વૈશ્વિક વસ્તીના લગભગ 49 ટકા જમીન પર રહે છે.

ગત મહીને માઈક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બંનેએ મહિલાઓના નેતૃત્વવાળા વિકાસ, સ્વાસ્થ્ય સહીત એઆઈના ઉપયોગ પર ચર્ચા કરી હતી.

માઈક્રોસોફ્ટની થ્રેટ ઈન્ટેલિજન્સ ટીમ પ્રમાણે, ચીની સમર્થિત સાઈબર સમૂહો, ઉત્તર કોરિયાની મદદથી 2024 માટે નિર્ધારીત ઘણી ચૂંટણીઓને નિશાન બનાવી શકે છે. માઈક્રોસોફ્ટે કહ્યું છે કે ચીન જનતાના અભિપ્રાયને પ્રભાવિત કરવા માટે સોશયલ મીડિયાના માધ્યમથી એઆઈ-જનિત સામગ્રીનો પ્રયોગ કરીને પોતાના હિતમાં જનતાના અભિપ્રાયને પ્રભાવિત કરી શકે છે.

માઈક્રોસોફ્ટે પોતાના નિવેદનમાં કહ્યું છે કે આ વર્ષે દુનિયાભરમાં મુખ્ય ચૂંટણીઓ થઈ રહી છે, ખાસ કરીને ભારત, દક્ષિણ કોરિયા અને અમેરિકામાં, અમારું આકલન છે કે ચીન, ઓછામાં ઓછું, પોતાના હિતોને લાભ પહોંચાડવા માટે એઆઈ-સામગ્રીનું નિર્માણ અને વિસ્તરણ કરશે.

માઈક્રોસોફ્ટે કહ્યું છે કે તાઈવાનની ચૂંટણી દરમિયાન બીજિંગ સમર્થિત એક સમૂહ, જે સ્ટોર્મ 1376 અથવા સ્પેમોપ્લેજના નામથી ઓળખવામાં આવે છે, વિશેષપણે સક્રિય હતા. આ સમૂહે નકલી ઓડિયો સમર્થન અને મીમ્સ સહીત એઆઈનો પ્રયોગ કરીને સામગ્રી પ્રસારીત કરી હતી. તેનો ઉદેશ્ય કેટલાક ઉમેદવારોને બદનામ કરવાનો અને મતદાતાઓની ધારણાને પ્રભાવિત કરવાનો હતો.

એઆઈ તકનીકનો ઉપયોગ કરીને ખોટી સામગ્રી તૈયાર કરી શકાય છે. તેમાં ડીપફેક અથવા મનઘડંત ઘટનાઓ સામેલ છે, જે ક્યારેક ઘટિત જ થઈ નથી.

મહત્વપૂર્ણ છે કે ભારતમાં લોકસભાની ચૂંટણી 19 એપ્રિલે શરૂ થાય છે, તેનું પરિણામ 4 જૂને જાહેર થવાનું છે. ચૂંટણી પ્રક્રિયા સાત તબક્કામાં થશે, પહેલો તબક્કો 19 એપ્રિલ, બીજો 26 એપ્રિલ, ત્રીજો તબક્કો 7 મે, ચોથો તબક્કો 13 મે, પાંચમો તબક્કો  20 મે, છઠ્ઠો તબક્કો 25 મે અને સાતમો તબક્કો 1 જૂને સમાપ્ત થશે. 17મી લોકસભા વિધાનસભાનો હાલનો કાર્યકાળ 16 જૂને સમાપ્ત થવાનો છે.

ભારતના ચૂંટણી પંચે ખોટી માહિતીઓ અને ખોટી સૂચનાઓની તાત્કાલિક ઓળખ કરીને તેના પર પ્રતિક્રિયા આપવા માટે પહેલા જ દિશાનિર્દેશ અને પ્રોટોકોલ જાહેર કર્યો છે.