દિલ્હીઃ પૂર્વ લદ્દાખમાં એલએસી પાસે ગલવાન ઘાટીમાં ગત વર્ષે 15 જૂને ચીની સૈનિકોએ નવીન પ્રકારના હથિયારનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધમાં ખટાશ આવી છે.
રક્ષા મંત્રાલયે પોતાની 2020ની વાર્ષિક સમીક્ષામાં જણાવ્યું હતું કે, ચીને એલએસી પર મોટી સંખ્યામાં સૈનિકોને એકઠા કરીને માહોલ તણાવગ્રસ્ત બનાવી દીધો છે. ગલવાન ઘાટીમાં ભારતની ક્ષેત્રિય અખંડતાની રક્ષા કરવા આ વર્ષે આપણી સેનાની વીરતાનું સૌથી ઉજ્જવળ પરિણામ છે જેમાં 20 બહાદુર સૈનિકોએ બલિદાન આપ્યું હતું. પેટ્રોલિંગ પોઈન્ટ-14 પાસે હિંસક અથડામણમાં મોટી સંખ્યામાં ચીની સૈનિકોના જીવ પણ ગયા છે અને ચીને મોટું નુકસાન પણ ઉઠાવવું પડ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચીન સેનાએ ભારતીય જવાનો ઉપર હુમલો કર્યો હતો. જેમાં ભારતના 20 જેટલા જવાનો શહીદ થયાં હતા. આ બનાવની ભારત સરકારે પણ ગંભીર નોંધ લીધી હતી. તેમજ ચીનની અનેક મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ સરકારી પ્રોજેક્ટમાંથી ચીનની કંપનીઓને દૂર કરવામાં આવી છે.