ચીને પરમ મિત્ર પાકિસ્તાનને વધુ ક્ષમતાવાળા ડ્રોન આપશે, ભારતીય સુરક્ષા એજન્સીઓ બની સાબદી
દિલ્હીઃ ભારતને પરેશાન કરવા માટે રોજ નવી-નવી તરકીબ અજમાવે છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનના આતંકવાદી સંગઠન ભારતમાં ભાંગફોડ કરવા માટે કાવતરા રચે છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો ડ્રોન મારફતે ભારતના સરહદી જિલ્લામાં હથિયાર ઘુસાડવાનો પ્રયાસ કરે છે. દરમિયાન પાકિસ્તાને ચીનથી વધારે પેલોડ ક્ષમતા ધરાવતા ડ્રોન લીધા હોવાની માહિતી ગુપ્તચર એજન્સીને મળતા તંત્ર એલર્ટ થયું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાને ચીન પાસેથી લીધેલા પેલોડ ક્ષમતા ધરાવતા ડ્રોન મારફતે મોટા હુમલાની યોજના બનાવી રહ્યું છે. એક જ કન્સાઈનમેન્ટમાં દારૂગોળો, હથિયારો અને દવાઓનો વિશાળ જથ્થો મોકલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ માટે ચીની સૈનિકો, પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓને તાલીમ આપવામાં આવી રહી છે. અત્યાર સુધી પાકિસ્તાન 5થી 7 કિલોના પેલોડ સાથે ડ્રોનનો ઉપયોગ કરતું હતું. આ ડ્રોન 14થી 15 કિ.મી. દુર ઉડી શકે છે. હવામાં ઉડવાની ક્ષમતા 6થી 8 કલાકની છે. પરંતુ હવે પાકિસ્તાને ચીનએ 15 થી 20 કીલો પેલોડ, 20 કલાક ઉડવાની અને 20 થી 25 કિ.મી. દુર સુધી ઉડાન ભરવાની ક્ષમતાવાળા ડ્રોન આપ્યા છે. બહાલપુર ક્ષેત્રમાં ચીનએ પાકિસ્તાને અમેરીકામાં ઉપયોગ થતા 6 ડ્રોન આપ્યા છે. જેના પેલોડની ક્ષમતા 350 કિલો સુધીની છે. આ 30 કલાક સુધી ઉડી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન આતંકવાદીઓને પ્રોત્સાહન પુરુ પાડે છે. તેમજ આતંકવાદી સંગઠનો ભારતમાં ભાંગફોડ કરવાના કાવતરા ઘડે છે. ભારતમાં ભાંગફોડ કરવા માટે આતંકવાદીઓને આર્થિક મદદ પણ પુરી પાડે છે.