Site icon Revoi.in

પાકિસ્તાન કોરોનાની રસી માટે ચીનના ભરોસે, 11 લાખ કોરોના રસી આપશે ચીન

Social Share

દિલ્હીઃ ભારતમાં હાલ કોરોના રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. તેમજ ભારત દ્વારા પડોશી દેશ નેપાળ અને બાંગ્લાદેશને કોરોનાની રસી આપવામાં આવી છે. પાકિસ્તાન કોરોના રસી માટે ભારત પાસે આશા રાખી રહ્યું છે. તેમજ પરમ મિત્ર ચીનની પાસે કોરોનાની રસીને લઈને મદદ માંગી છે. ચીન 11 લાખ જેટલા ડોઝ પાકિસ્તાનને આપશે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનને તા. 31મી જાન્યુઆરી સુધીમાં ચીન કોરોના રસીના પાંચ લાખ જેટલા ડોઝ આપશે. તેમજ બીજિંગે પાકિસ્તાનને રસી લેવા માટે વિનામ મોકલવા માટે સંદેશ મોકલ્યો છે. રસીનો પ્રથમ જથ્થો પાકિસ્તાનને નિ:શુલ્ક અપાશે. ચીન દ્વારા મોકલાનારી રસીને પાકિસ્તાનની ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીએ માન્ય કરી છે. ચીન ફેબ્રુઆરીના અંત સુધીમાં પાકિસ્તાનને 11 લાખ જેટલા ડોઝ પુરા પાડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત, અમેરિકા અને યુકે સહિતના દેશોમાં કોરોનાની રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે. ભારતની રસી સૌથી સસતી હોવાથી દુનિયાના અનેક દેશોએ કોરોનાની રસી માટે ભારતનો સંપર્ક કર્યો છે. એટલું જ બ્રાઝિલે કોરોનાની રસી માટે પોતાનું એક વિમાન પણ ભારત મોકલ્યું હોવાનું જાણવા મળે છે.