દિલ્હીઃ પાકિસ્તાનના જેએફ-17 થન્ડર ફાઈટર જેટની તુલના રાફેલ સાથે કરી શકાય તેમ નથી. આ ફાઈટર જેટ ભારતમાં વિકસિત સ્વદેશી હલકા લડાકુ ફાઈટર જેટ તેજસને ટક્કર આપી શકે છે પરંતુ રાફેલ સાથે કરીના શકાય. ભારતમાં રાફેલ આવ્યાં બાદ પાકિસ્તાન અને ચીન વચ્ચે જેએફ-17 થન્ડર ફાઈટર જેટ અંગે ડીલ કરવામાં આવી હતી.
પાકિસ્તાન એરફોર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, નકસ્ટ જનરેશન જેએફ-17 થન્ડર બ્લેક 3ને ચીને અમારી સાથે મળીને બનાવ્યું છે. તેને 23મી માર્ચના રોજ પાકિસ્તાનની મિલીટ્રી પરેડમાં સામેલ કરવામાં આવશે. ચીન આ ફાઈટર જેટને લઈને કેટલાક ટેસ્ટ કરી રહ્યું છે. પહેલો જથ્થો માર્ચના અંત સુધીમાં પાકિસ્તાનને મળી જશે.
જેએફ-17 થન્ડર બ્લેક 3 એક આધુનિક હલકા વજનનું અને દરેક સિઝનમાં ઉડાન ભરવાની ક્ષમતા ધરાવતા મલ્ટી રોલ ફાઈટર એરક્રાફ્ટ છે.આ હવામાં અને જમીન એમ બંને જગ્યાએ લડાઈ કરવાની ક્ષમતા ધરાવે છે. આને પાકિસ્તાન એરોનોટિક્લ કોમ્પ્લેક્સ અને ચેંગદૂ એરક્રાફ્ટ ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન ચીને મળીને બનાવ્યું છે. રાફેલ અને જેએફ-17 થન્ડર બ્લેક 3 વચ્ચે ખુબ અંતર છે.
રાફેલની રેન્જ કોમ્બેટ રેડિયસ 3800 કિમી છે. કોમ્બેટ રેન્જ 1850 કિમી છે. જ્યારે જેએફ-17 થન્ડર બ્લેક 3ની રેન્જ 3500 કિમી જેટલી છે. આમ રાફેલની ક્ષમતા વધારે છે. રાફેલ હવામાં 304.8 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ઉપર જાય છે. જ્યારે જેએફ-17 થન્ડર બ્લેક 3ની રેટ ઓફ ક્લાઈંબ 300 મીટર પ્રતિ સેકન્ડ છે. રાફેલની ઝડપ 2450 કિમી પ્રતિકલાક છે. જ્યારે જેએફ-17 થન્ડર બ્લેક 3ની સ્પીડ પ્રતિકલાક 2450 કિમી જેટલી છે. રાફેલ ચારેય તરફ નજર રાખવા માટે સક્ષમ છે. જ્યારે પાકિસ્તાની જેટ મલ્ટીરોલ ફાઈટર જેટ છે પરંતુ આ સુવિધાઓમાં કેટલી તાકાત છે તેની કોઈ જાણકારી પાકિસ્તાન-ચીને આપી નથી.