નવી દિલ્હીઃ ચીનના હેકર્સથી અમેરિકા પણ પરેશાન છે. આ હેકર્સ એટલા એડવાન્સ થઈ ગયા છે કે થોડી જ મિનિટોમાં તેઓ સૌથી શક્તિશાળી દેશોનો ડેટા ચોરી લે છે. FBIના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રેએ ચાઈનીઝ હેકર્સ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ચીનમાં દરેક FBI કર્મચારી માટે 50 હેકર્સ છે. અમેરિકા ઉપરાંત રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયા માટે પણ ચીન સમસ્યા બની રહ્યું છે. દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ ડેટા પણ ચીનમાં બેઠેલા હેકરોએ ચોરી કર્યાનું સામે આવ્યું હતું.
ક્રિસ્ટોફર રેએ ગૃહ વિનિયોગ સબકમિટીની બેઠક દરમિયાન કહ્યું હતું કે, અમે એવા દેશ સામે લડી રહ્યા છીએ જે સમગ્ર વિશ્વ માટે સમસ્યા બની ગયું છે. જો એફબીઆઈ સાયબર એજન્ટ્સ અને ઈન્ટેલ વિશ્લેષકો ફક્ત ચાઈનીઝ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તો ચાઈનીઝ હેકર્સ હજુ પણ ઓછામાં ઓછા 50 થી 1 એફબીઆઈ સાયબર કર્મચારીઓ છે. તેમણે બેઠકમાં એફબીઆઈ માટે 63 મિલિયન ડોલરની માંગણી કરી જેથી 192 લોકોને સાયબર સ્ટાફમાં સામેલ કરી શકાય અને ચીન સામેની લડાઈને મજબૂત બનાવી શકાય.
ચીનના હેકર્સે 2021માં અમેરિકા પર મોટો સાયબર હુમલો કર્યો હતો. હેકર્સે માઈક્રોસોફ્ટ એક્સચેન્જ સર્વર ઈમેલ સોફ્ટવેરની મદદથી સરકારી અને ખાનગી કંપનીઓ સહિત 30 હજાર સંસ્થાઓનો ડેટા હેક કર્યો હતો. કેટલાક સોફ્ટવેરમાં કેટલીક ખામી હતી, જેનો ફાયદો ઉઠાવીને ચીની હેકર્સે ડેટા પોતાના કબજામાં લીધો હતો.
ક્રિસ્ટોફર રેએ કોંગ્રેસની પેનલને જણાવ્યું હતું કે ચીને અન્ય કોઈપણ દેશ કરતાં વધુ યુએસ વ્યક્તિગત અને કોર્પોરેટ ડેટાની ચોરી કરી છે અને એફબીઆઈ હાલમાં 100 થી વધુ રેન્સમવેર વેરિઅન્ટ્સની તપાસ કરી રહી છે.
અમેરિકા ઉપરાંત રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયા માટે પણ ચીન સમસ્યા બની રહ્યું છે. થોડા સમય પહેલા દિલ્હીની AIIMS હોસ્પિટલનો ડેટા પણ હેક કરવામાં આવ્યો હતો. તેની પાછળ ચીની હેકર્સનો હાથ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ સમયે, ચીન સમગ્ર વિશ્વ માટે ખતરો છે અને ચીન સતત હેકર્સની સેના વધારવામાં વ્યસ્ત છે.