Site icon Revoi.in

આર્થિક સંકટમાંથી પસાર થતા શ્રીલંકા ઉપર સૌથી વધારે ચીનનું 3.38 અરબનું દેવુ

Social Share

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા શ્રીલંકાએ વિદેશી દેવું ચૂકવવામાં ડિફોલ્ટ કર્યું છે. તેમનું કહેવું છે કે તેઓ વિદેશી દેવું ચૂકવવાની સ્થિતિમાં નથી. દેશનો વિદેશી હૂંડિયામણનો ભંડાર ખાલી થઈ ગયો છે અને 2.2 કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. વિદેશી હૂંડિયામણના ભંડારને કારણે દેશ પાસે જરૂરી વસ્તુઓની આયાત કરવા માટે પૈસા નથી. પરિણામે મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે.

શ્રીલંકાના ડિપાર્ટમેન્ટ ઓફ એક્સટરનલ રિસોર્સેસના જણાવ્યા અનુસાર, એપ્રિલ 2021 સુધીમાં ચીન પર દેશ પર સૌથી વધુ દેવું હતું. શ્રીલંકા પર ચીનનું દેવું 3.388 અરબ ડોલર છે દેશના કુલ દેવાના 10 ટકા છે.  શ્રીલંકા બાદ જાપાનનું દેવું 3.36 અરબ ડોલર હતું. ગયા વર્ષના એપ્રિલ સુધીમાં, શ્રીલંકા પર ભારતનું કુલ દેવું 85.93 કરોડ જેટલું છે જે કુલ કેવાના બે ટકા જેટલું છે. શ્રીલંકાના ડિફોલ્ટર થવાથી આ ત્રણ દેશોને સૌથી વધુ નુકસાન થશે.

શ્રીલંકાએ વિદેશી દેવું ચૂકવવાનો ઇનકાર કર્યો છે. આમ તેણે એક રીતે પોતાને ડિફોલ્ટર જાહેર કર્યા છે. જો કે શ્રીલંકાને હજુ સત્તાવાર રીતે ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યું નથી. ક્રેડિટ રેટિંગ એજન્સીઓ જાહેર કરે છે કે દેશ ડિફોલ્ટર છે કે નહીં. નિષ્ણાતો કહે છે કે ડિફોલ્ટર હોવાનો અર્થ એ છે કે તમે નિર્ધારિત તારીખ સુધીમાં લોન ચૂકવવામાં સક્ષમ નથી. આ એક પ્રકારની નાદારીની શરૂઆત છે. ઘણી વખત એવું બને છે કે દેશો પાસે આમ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી હોતો. વિદેશી મુદ્રા ભંડાર લગભગ ખતમ થઈ ગયો છે અને દેશ 70 વર્ષમાં સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. IMFનું કહેવું છે કે, શ્રીલંકામાં સ્થિતિ ગંભીર છે. અંદાજ મુજબ, દેશ પર લગભગ 35 અરબ ડોલરનું દેવું છે.