ચીનના સંરક્ષણ મંત્રી આવતીકાલે જ ભારતની મુલાકાતે આવશે, એસસીઓ બેઠકમાં લેશે ભાગ
- ચીનના રક્ષા મંત્રા કાલે ભારત આવશે
- એસસીઓની બેઠકમાં લેશે ભાગ
દિલ્હીઃ- દેશવિદેશના અનેક મંત્રીઓ અને નેતાઓ ભારતની મુલાકાત લઈ રહ્યા છએ ત્યારે ભારતમાં યોજાનારી અનેક મહત્વની બેઠકનો ભાગ પણ બની રહ્યા છએ હવે આ શ્રેણીમાં ચીનના રક્ષામંત્રી પણ આવતી કાલે એટલે કે 28 એપ્રિલના રોજ ભારતની મુલાકાતે આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આજથી ગોવામાં SCOની બેઠક શરૂ થઈ રહી છે. તેમાં તમામ SCO સભ્ય દેશોના સંરક્ષણ મંત્રીઓ પણ ભાગ લઈ રહ્યા છે. બેઠકમાં ચીનના રક્ષઆ મંત્રી જનરલ લી આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્થિતિ તેમજ સંરક્ષણ અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષાઓ સેવાઈ રહી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે એસસીઓ એટલે કેશાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના રક્ષા મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ચીનના સંરક્ષણ મંત્રી જનરલ લી શાંગફૂ 28 એપ્રિલે દિલ્હી આવી રહ્યા છે. મે 2020 થી પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે તણાવપૂર્ણ ગતિરોધ બાદ તેમની મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ચીન અને ભારતના સંબંધો સારા રહ્યા નથી,ચીન હંમેશાથી કંઈક એવુ કરે છે કે જેથી ભારતે ના છૂટકે વળતો જવાબ આપવો પડે છે ત્યારે ચીનના રક્ષામંત્રીની આ મુલાકાત પર સૌ કોઈ દેશોનું પણ ધ્યાન રહેલું છે.