આતંકવાદ મામલે ચીન ફરી ખુલ્લુ પડ્યું , UNમાં આતંકવાદી રઉફને બ્લેકલિસ્ટ કરવાના ભારતના પ્રસ્તાવનો કર્યો વિરોધ
- આતંકવાદ મામલે ચીન ખુલ્લુ પડ્યું
- UNમાં આતંકવાદી રઉફને બ્લેકલિસ્ટ કરવા મામલે ભારતના પ્રસ્તાવનો ચીનનો વિરોધ
દિલ્હીઃ- ચીન ભલે આતંકવાદનો વિરોધ કરતો હોય જો કે ચીન પાકરિસ્તાનની જેમ આતંકવાદને ક્યાંકને ક્યાંક પ્રોત્સાહ આપતો દેશ છે ત્યારે ફરી આ વાત સાબિત થઈ છે,આતંકવાદને લઈને ચીન ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ બેનકાબ થયેલું જોવા મળ્યું છે. ચીને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અબ્દુલ રઉફ અઝહરને બ્લેકલિસ્ટ કરવાના ભારતના પ્રસ્તાવ સામે વાંધો ઉઠાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રઉફ અઝહર જૈશ નેતા મસૂદ અઝહરનો ભાઈ છે. તે 1999માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ IC814નું હાઈજેક, 2001માં સંસદ પર હુમલો અને 2016માં પઠાણકોટમાં ઈન્ડિયન એરફોર્સ બેઝ પર હુમલો સહિત ભારતમાં અનેક આતંકવાદી હુમલાઓની યોજનામાં સામેલ છે.ભારતે તેના વિરોધમાં છે.
ચીને રઉફ અઝહરને યુએન સુરક્ષા પરિષદની 1267 ISIL અને અલ કાયદાની પ્રતિબંધિત સૂચિમાં સામેલ કરવાના ભારતના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. રઉફ અઝહર પર અમેરિકાએ 2010માં પ્રતિબંધો લગાવ્યા હતા. ગયા વર્ષે ઓગસ્ટમાં પણ રઉફ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના ભારત અને અમેરિકાના પ્રસ્તાવને ચીને વીટો કર્યો હતો.