Site icon Revoi.in

ચીનની પોલ ખુલી – ગલવાન ઘાટીના સંઘર્ષમાં PLAના 38 સૈનિકો નદીમાં તણાયા હતા – ઓસ્ટ્રેલિયાના રિપોર્ટમાં દાવો

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ચીન અને લદ્દખા સીમા સંઘર્ષ ચાલી રહ્યો છે, ત્યારે આ સંઘર્ષના આટલા સમય વીતિ ગયા બાદ ઓસ્ટ્રેલિયાના સમાચાર પત્રએ ચીનનો દંભ છતો કર્યો છે ,આ સાથે જ ચીનની પોલ વિશ્વ સામે આવી ચૂકી છે.

ઓસ્ટ્રેલિયન અખબાર ‘ધ ક્લેક્સન’એ સ્વતંત્ર સોશિયલ મીડિયા સંશોધકોની એક ટીમ બનાવી હતી અને તેના દ્વારા રજૂ કરાયેલા તથ્યોના આધારે તેમણે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે 15 જાન્યુઆરીએ એક અસ્થાયી પુલ નિર્માણને લઈને ભારત અને ચીનની સેના વચ્ચે ઘર્ષણ થયું હતું.

જો કે  ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબોના ઘણા યૂઝર્સને ટાંકીને અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તે ઘટાની રાત્રે ઓછામાં ઓછા 38 PLA સૈનિકો નદીના પ્રવાહથી વહી ગયા હતા. જોકે બાદમાં ચીને આ પોસ્ટને ડિલીટ કરી દીધી હતી. અહેવાલમાં જણાવાયું છે કે તે એ પણ દર્શાવે છે કે બેઇજિંગ અથડામણની ચર્ચા કરવાનું ટાળવા માટે કઈ હદ સુધી જઈ શકે છે. આ ઘટનામાં એક વાંગ નામનો સૈનિક હતો અને માત્ર ચીને જ વાંગના મૃત્યુની સત્તાવાર જાહેરાત કરી હતી.ત્યારે 38 લોકો વહી ગયાનો ખુલાસો આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે બેઇજિંગ દ્વારા જે ચાર સૈનિકોની જાણ કરવામાં આવી હતી તેના કરતાં ચીની સૈન્યના મૃત્યુની સંખ્યા ઘણી વધારે છે. સોશિયલ મીડિયાના સંશોધકોએ ‘ગલવાન ડીકોડેડ’ નામનો રિપોર્ટ જાહેર કર્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે 15-16 જૂનના રોજ લડાઈના પ્રારંભિક તબક્કા દરમિયાન શૂન્ય તાપમાનમાં ઝડપથી વહેતી ગલવાન નદીમાં તરવાનો પ્રયાસ કરતી વખતે ઘણા ચીની સૈનિકો માર્યા ગયા હતા.ઉલ્લેખનીય છે  લદ્દાખ સહિત અનેક વિસ્તારોમાં સરહદ વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલુ છે. બંને પક્ષો વચ્ચે અત્યાર સુધીમાં 14 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે પરંતુ હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યો નથી.