- ચીનમાં કોરોના વકર્યો
- કોરોનાના કેસો વધતા સેનાની લેવી પડી મદદ
દિલ્હીઃ- જ્યા એક તરફ દેશમાં કોરોનાના કેસોમાં મોટી રહાત મળી રહી છે જ્યાં બીજી તરફ કોરોનાની ઉત્પત્તિ જ્યાંથી થી તેવો દેશ ચીન ફરી એક વખત કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો છે, ચીનમાં સતત કોરોના વકરી રહ્યો છે. ચીનનું શાંઘાઈ હવે કોરોના હોટસ્પોટ બન્યું છે, આ સાથે જ કોરોનાકેસ પર કંટ્રોલ કરવા માટે હવે સેનાની મદદ લેવાઈ રહી છે. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ચીને દેશભરમાંથી 10 હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓને તેના સૌથી મોટા શહેર શાંઘાઈમાં રવાના કર્યા છે.જેથી તબિબિ સેવાઓ પર વધુ ધ્યાન આપી શકા. આ સાથે જ અહી મોકલવામાં આવેલા તબીબી સેવામાં આમાં 2 હજારથી પણ વધુ લશ્કરી તબીબી કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ સાથે જ શાંઘાઈ સોમવારે બે-તબક્કાના લોકડાઉન ના બીજા સપ્તાહમાં પ્રવેશ્યું હોવાથી, શહેરના 25 લાખથઈ વધુ રહેવાસીઓની કોરોનાની તપાસ પુરજોશમાં શરુ કરવામાં આવી છે.
ચીનમાં બુધવારે કોરોનાના 20,000 થી વધુ નવા કેસ નોંધાયા હતા. રોગચાળો શરૂ થયો ત્યારથી એક જ દિવસમાં નોંધાયેલા દૈનિક કેસોની આ સૌથી વધુ સંખ્યા છે. શાંઘાઈમાં લોકડાઉન હોવા છતાં કેસ સતત વધી રહ્યા છે. આનાથી ચિંતા વધી છે. માર્ચ સુધીમાં ચીને લોકડાઉન અને આંતરરાષ્ટ્રીય મુસાફરી પર સખત પ્રતિબંધો સાથે દૈનિક કેસોને નિયંત્રિત કર્યા હતા. પરંતુ તાજેતરના અઠવાડિયામાં તેમાં મોટો વધારો જોવા મળ્યો છે. બુધવારે ચીનમાં કોરોનાના 20,472 કેસ નોંધાયા હતા. જોકે રાહતની વાત એ છે કે એક પણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી. શાંઘાઈના ક્વોરેન્ટાઈન સેન્ટરમાં કોવિડ પોઝિટિવ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. અધિકારીઓએ બુધવારે કહ્યું કે ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈમાં કોરોનાના રાષ્ટ્રીય આંકડાઓમાં 80 ટકાથી વધુનો હિસ્સો છે. શાંઘાઈના એક ટોચના અધિકારીએ સ્વીકાર્યું છે કે પરિસ્થિતિને પહોંચી પડવા માટે પૂરતી સુવિધાઓ નથી.
ઉલ્લેખનીય છે કે કોરોનાની અસર ચીનની અર્થવ્યવસ્થા પર પડી શકે છે,આ સાથે જ ચીનની આર્થિક મૂડી અને મુખ્ય શિપિંગ અને ઉત્પાદન કેન્દ્ર પર લોકડાઉન સમયગાળાના વિસ્તરણની સંભવિત નાણાકીય અસર તિંચાનો વિષય બની છે.
ચીન હાલ દરેક લોકોની તપાસ કરીને તમામ સંક્રમિતોને અલગ કરીને વાયરસના ફેલાવાને રોકવાનો પ્રતય્નમાં જોતરાયું છે,આ સાથે જ વિગત મળી રહી છે કે શાંઘાઈએ એક પ્રદર્શન હોલ અને અન્ય સંસ્થાઓને મોટા આઈસોલેશન કેન્દ્રોમાં રૂપાંતરિત કરી છે, જ્યાં હળવા અથવા એસિમ્પટમેટિક ચેપને અસ્થાયી રૂપે અલગ બેડ પર રાખવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોમાં ચીનમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે વિતેલા 2 વર્ષ બાદ ચીનમાં ફરી આટલા કેસો નોઁધાતા તંત્રની ઊઁધ હરામ બની છે