ચીનની અમેરિકા પર ખાસ નજર – અમેરિકા બાદ હવે લેટિન અમેરિકામાં પણ ચીનનું જાસૂસી બલૂન દેખાયું
- ચીનની અમેરિકા પર ખાસ નજર
- અમેરિકા બાદ લેટિન અમેરીકામાં જાસૂસી બલૂન જોવા મળ્યું
દિલ્હીઃ- ચીનની નજર હવે અમેરકા પર છે તે સતત અમેરિકાની જાસૂસી કરી રહ્યું છે અમેરિકામાં દેખાયા બાદ હવે ચીનનું જાસૂસ બલૂન લેટિન અમેરિકામાં પણ જોવા મળ્યું છે આ જોતા કહી શકાય કે અમેપરિકા પર હવે ચીનની જાસૂસી વધી રહી છે.
જો કે પેન્ટાગોને શુક્રવારે રાત્રે એક નિવેદન જારી કરીને આ અંગેની માહિતી આપી છે. પેન્ટાગોનના પ્રવક્તા પેટ રાયડરે કહ્યું છે લેટિન અમેરિકાના આકાશમાં એક બલૂન જોવા મળ્યું છે. અમે માની રહ્યા છીએ કે આ બીજુ ચીની જાસૂસી બલૂન છે. ઉલ્લેખનીય છે કે ચીનનું જાસૂસી બલૂન અમેરિકા આકાશ માં જ છે અને હાલ પણ થોડા દિવસ તે ત્યા જ રહેવાની શક્યતાઓ છે.
આ ચીની જાસૂસી બલૂન એવા સમયે અમેરિકાના આકાશમાં દેખાયો જ્યારે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ચીનની મુલાકાતે જવાના હતા. હવે જાસૂસી બલૂનથી રોષે ભરાયેલા અમેરિકાએ વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની ચીન મુલાકાત રદ કરીદીધી છે. તેમજ ચીનના બલૂનને જોતા અમેરિકાએ તમામ સંવેદનશીલ ડેટા સુરક્ષિત કરી લીધો છે.આ સાથે જ સુરક્ષાઓ પણ વધારવામાં આવી છે.
આ પહેલા બુધવારે ચીની જાસૂસી બલૂન અમેરિકાના મોન્ટાના વિસ્તારમાં જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં યુએસ એરફોર્સ બેઝ છે, જ્યાં પરમાણુ મિસાઇલો પણ તૈનાત છે. જાસૂસી બલૂન ત્રણ બસની સાઈઝનું છે અને તે સિવિલ એર ફ્લાઈટ્સની મર્યાદાથી ઉપર ઊડી રહ્યું છે. આ તમામ બાબત દર્શાવી રહી છે કે ચીનની નાપાક નજર અમેરિકા પર છે,