Site icon Revoi.in

ભારતના વલણથી ચીન ગભરાયું- વેપારી જૂથોએ સરકારને અનિયમિત તપાસ બંઘ કરવાનો કર્યો આગ્રહ

Social Share

દિલ્હીઃ- ભારતના કેટલાક નિર્ણયોથી હવે ચીન બોખલાયું છે ચીનને જરવાનો વખત આવ્યો છે,ભારતમાં ચીનની કંપનીઓ સામે જે વાતાવરણ સર્જાઈ રહ્યું છે અને સરકારના કડક વલણની અસર હવે દેખાઈ રહી છે. તાજેતરમાં, ચીની વ્યાપારી જૂથોનાકેટલાક નિવેદનો સામે આવ્યા છે, જેમાં કંપનીઓએ ભારત સરકારને ચીની કંપનીઓ સામે અનિયમિત તપાસ બંધ કરવા અને સમાન વ્યવસાય પ્રથા અપનાવવા વિનંતી કરી છે.

આ સમગ્ર બાબતે ગભરાયેલી ચીની  કંપનીઓનું કહેવું છે કે તેઓએ ભારતમાં 3 અરબ ડોલથી વધુનું રોકાણ કર્યું છે અને અડધા મિલિયનથી વધુ નોકરીઓનું સર્જન કર્યું છે. તેમ છતાં તેમની સાથે યોગ્ય સારવાર કરવામાં આવતી નથી.

ચાઈનીઝ ચેમ્બર ઓફ કોમર્સ અને ઈન્ડિયા ચાઈના મોબાઈલ ફોન એન્ટરપ્રાઈઝ એસોસિએશન દ્વારા આપવામાં આવેલા નિવેદનની જો વાત કરીએ તો તેમું કહેવું છે કે, ભારતમાં ચાઈનીઝ મોબાઈલ ફોન કંપનીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ભારત સરકાર તેમના પર વિવિધ પ્રકારના દંડ લગાવી રહી છે, સાથે જ વિવિધ તપાસ પણ કરી રહી છે, જેના કારણે ઉત્પાદન પર અસર પડી છે.

આ ચાઈનીઝ કોમર્શિયલ ગ્રુપ્સનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ઓપ્પો, શાઓમી, વનપ્લસ જેવી ચીની મોબાઈલ કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. વ્યાપારી જૂથો દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં વ્યવસાયને આગળ વધારવો મુશ્કેલ બની રહ્યો છે, કારણ કે તેમને હવે અહીંના અધિકારીઓમાં વિશ્વાસ નથી. આ સાથે આર્થિક અને વેપારી સહયોગ પર ભારતની પહેલ તેમના માટે અનુકૂળ નથી.

મળતી માહિતી અનુસાર, ચીન દ્વારા ભંડોળ મેળવતી મોબાઈલ કંપનીઓ 2015થી ભારતમાં રોકાણ કરી રહી છે. અત્યાર સુધીમાં ભારતમાં 200 થી વધુ ઉત્પાદકો અને 500 થી વધુ ચીની ટ્રેડિંગ કંપનીઓની સ્થાપના કરવામાં આવી છે. તેમનું કુલ રોકાણ ત્રણ અબજ ડોલરથી વધુ છે.સરકારે ચીનથી આયાત કરવામાં આવતી પાંચ પ્રોડક્ટ્સ પર એન્ટિડમ્પિંગ ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સએ રવિવારે જણાવ્યું હતું કે એલ્યુમિનિયમ અને રાસાયણિક ઉત્પાદનો પર પાંચ વર્ષ માટે એન્ટિડમ્પિંગ ડ્યુટી વસૂલવામાં આવશે.આ ભારતના સખ્ત વલણથી હવે ચીન ગભરાયું છે.