G 20 ની કાશ્મીરમાં યોજાનારી બેઠકને લઈને ચીન નું નિવેદન બેઠક માં ભાગ ન લેવાનુ જણાવ્યું આ કારણ
- જી 20ની બેઠકમાં ભાગ નહી લે ચીન
- કહ્યું વિવાદિત ક્ષેત્ર પર કોઈપણ પ્રકારની G20 બેઠક નો ચીન વિરોધ કરે છે
શ્રીનગરઃ વર્ષ 2023 દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ શ્રેણીમાં અનેક વિદેશઈ નેતાઓ ભારતમાં યોજાનારી બેઠકમાં ભાગ લઈ રહ્યા છએ ત્યારે જમ્મુ કાશ્મીરમાં પણ જી 20ને લગતી બેઠક યોજાવાની છે જો કે આ વાતથી ચીનના પેટમાં તેલ રેડાયું છે.
ભારત કાશ્મીરના શ્રીનગરમાં 22 થી 14 મે દરમિયાન જી-20 બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. ભારતની આ ઘટનાથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે ચીન વિવાદિત ક્ષેત્ર પર કોઈપણ પ્રકારની G20 બેઠક યોજવાનો સખત વિરોધ કરે છે. અમે આવી બેઠકોમાં હાજરી આપીશું નહીં.
પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ત્રણ વર્ષથી મથામણ ચાલી રહી છે. જૂન 2020 માં, પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ભીષણ અથડામણને પગલે દ્વિપક્ષીય સંબંધો ગંભીર તણાવમાં આવ્યા હતા. ભારતે કહ્યું છે કે જ્યાં સુધી સરહદી વિસ્તારમાં શાંતિ નહીં આવે ત્યાં સુધી દ્વિપક્ષીય સંબંધો સામાન્ય નહીં થઈ શકે.ત્યારે ચીન કાશ્મીરમાં જી 20ની બેઠકમાં ભઆગ લેવાનું ઈન્કાર કરી રહ્યું છે
આ પહેલા પાકિસ્તાને શ્રીનગરમાં યોજાનારી બેઠક પર પણ કહ્યું હતું કે આ આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. જમ્મુ અને કાશ્મીર પર પોતાનો ગેરકાયદેસર કબજો જાળવી રાખવા માટે ભારતનું બેજવાબદાર પગલું ગણાવ્યું સાથે પાકિસ્તાન અને ચીને ભૂતકાળમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર વિશે અનિચ્છનીય ટિપ્પણીઓ કરી છે. જમ્મુ-કાશ્મીર પર ચીન અને પાકિસ્તાનના નિવેદનોને ભારત પહેલા જ નકારી ચૂક્યું છે.
ઉલ્લેખનીય છે કે G20 મીટિંગ એ જમ્મુ અને કાશ્મીરની જીવંત સંસ્કૃતિ, પરંપરાઓ અને પર્યટન સંભવિતતા દર્શાવવાની સુવર્ણ તક છે. 20 મીટીંગ તમામ નાગરિકો સાથે સંબંધિત છે અને લોકોએ આ ઐતિહાસિક પ્રસંગને સફળ બનાવવા માટે આગળ આવવું જોઈએ. નાગરિક સમાજના સભ્યોને આ તકનો લાભ લેવા અને G20 બેઠકની સફળતા સુનિશ્ચિત કરવા નાગરિકો, પ્રવાસન અને ઉદ્યોગના હિતધારકોને પ્રોત્સાહિત કરવા વિનંતી કરવામાં આવી છે.