નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત પાકિસ્તાનનું પરમ મિત્ર ચીન પણ પાકિસ્તાનના આતંકવાદીઓને આડકતરી રીતે સમર્થન કરી રહ્યું છે. અગાઉ મુંબઈ આતંકવાદી હુમલાના માસ્કરમાઈન્ડ હાફિસ સઈદને સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવમાં ચીને અટચણ ઉભી કરી હતી. હવે હાફિસ સઈદના પુત્ર હાફિઝ તલાહ સઈદને બ્લેકલિસ્ટ કરવાના ભારત અને પાકિસ્તાનના પ્રસ્તાવને બ્લોક કરી દીધો હતો.
મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં હાફિઝ સઈદ મુખ્ય માસ્ટર માઈન્ડ હોવાનું ખૂલ્યું હતું. ભારત સરકારે સઈદને આતંકવાદી જાહેર કર્યો હતો. એટલું જ નહીં તાજેતરમાં તેના પુત્ર હાફિઝ તલાહ સઈદને આતંકવાદી જાહેર કરીને જાહેરનામુ બહાર પાડ્યું હતું. જાહેરનામામાં જણાવ્યું હતું કે, હાફિઝ તલાહ સઈદ લશ્કર-એ-તૈયબા દ્વારા ભારત અને અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલાઓની ભરતી, ભંડોળ એકત્ર, આયોજન અને અંજામ આપવામાં સક્રિયપણે સામેલ છે.
હાફિઝ તલાહ સઈદ લશ્કરનો વરિષ્ઠ નેતા છે અને આતંકવાદી સંગઠનની ધાર્મિક શાખાનો વડા છે. હાફિઝ તલાહ સઈદ લશ્કરનો વરિષ્ઠ નેતા છે અને આતંકવાદી સંગઠનની ધાર્મિક શાખાનો વડા છે દરમિયાન સંયુક્ત રાષ્ટ્રે બુધવારે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદના પુત્ર હાફિઝ તલાહ સઈદને બ્લેકલિસ્ટ કરવાના ભારત અને અમેરિકાના પ્રસ્તાવને બ્લોક કરી દીધો હતો. ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 અલ કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ પ્રસ્તાવમાં અવરોધ ઊભો કર્યો હતો.
છેલ્લા બે દિવસમાં આ બીજી વખત બેઇજિંગે પાકિસ્તાની આતંકવાદીને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કરવાના ભારત અને અમેરિકાના પ્રયાસોને અવરોધિત કર્યા છે. ચીને અગાઉ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી શાહિદ મહેમૂદને વૈશ્વિક આતંકવાદીની યાદીમાં સામેલ કરવાના ભારત અને અમેરિકાના પ્રસ્તાવને અવરોધ્યો હતો.