Site icon Revoi.in

પોતાને મહાસત્તા ગણાવતા ચીનમાં યુવા બેરોજગારીનો દર અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર પર પહોંચ્યો

Social Share

નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશો કોરોના મહામારી બાદ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં છે. કોવિડ-19 બાદ ભારત સહિત અનેક દેશો ફરીથી બેઠા થયાં છે અને આર્થિક વિકાસ કરી રહ્યાં છે. જ્યારે પોતાને મહાસત્તા ગણાવતા ચીનમાં યુવા બેરોજગારીનો દર રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. સતત બીજા મહીને ચીનમાં બેરોજગારીનો દર વધ્યો છે.

ચીનમાં યુવા બેરોજગારીનો દર રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. સતત બીજા મહીને ચીનમાં બેરોજગારીનો દર વધ્યો છે, કોરોનાકાળ પછી ચીનમાં આવેલી તેજી બાદ હવે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. નેશનલ બ્યુરો ઓફ સ્ટેટીસ્ટીકે કહ્યું છે કે, 16 થી 24 વર્ષના ચીની લોકોનો બેરોજગારી દર મે મહિનામાં વધીને 20.8 ટકા પર પહોંચી ગયો છે. આ પહેલાં એપ્રિલ મહિનામાં આ દર 20.4 ટકા પર હતોં. હાલ ચીનમાં બેરોજગારીનો દર અત્યાર સુધી સૌથી વધુ સ્તર પર છે. બ્યુરોએ વધુમાં જણાવ્યું કે, કુલ શહેરી બેરોજગારી દર 5.2 ટકા પર રહી છે.

ચીનમાં ઈલેક્ટ્રીક સહિતની તમામ વસ્તુઓનું જંગી ઉત્પાદન થાય છે અને દુનિયાના વિવિધ દેશોમાં તેની નિકાસ કરવામાં આવે છે. ચીનમાં મજુરી ઓછી હોવાથી તેઓ ઓછી કિંમતમાં વિવિધ વસ્તુઓની નિકાસ કરીને દુનિયાના અનેક દેશોમાં પોતાની પકડ મજબુત બનાવી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમેરિકા સાથે ચાલતા ટ્રેડ વોર તથા મોટાભાગના પડોશી દેશો ચાલતા સીમા વિવાદને પગલે ચીન સતત ચર્ચાં છે. દરમિયાન હવે ચીનમાં યુવા બેરોજગારીના આંકડાએ તમામને ચોંકાવી દીધા છે.