ચીનના હેકરો ભારતીય મીડિયા અને પોલીસનો ડેટા ચોરી કરી રહ્યું છે:અમેરિકાની કંપનીનો દાવો
- ભારતનો ડેટા ચોરી કરી રહ્યું છે ચીન
- ચીન બની રહ્યું છે ચોર
- અમેરિકાની કંપનીનો દાવો
દિલ્લી: વિંછી હંમેશા પોતાની ડંખ મારવાની આદત ના છોડે, આ કહેવત હવે ચીનને લાગું પડી રહી છે. ગલવાન ઘાટીમાં ચીન દ્વારા જે અસરાહનીય પ્રવૃતિ કરવામાં આવી તે બાદ ભારતે દરેક ક્ષેત્રે ચીનને ફટકો માર્યો છે, સાથે તેને પાઠ ભણાવ્યો છે, પણ ચીન તો પણ સુધરવાનું નામ લેતું નથી.
વાત એવી છે કે અમેરિકાની એક કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ચીનના હેકરો ભારતીય મીડિયા અને પોલીસનો ડેટા ચોરી કરી રહ્યું છે.
અમેરિકાની કંપનીએ સબૂતની સાથે કહ્યું છે કે – અમેરિકા સ્થિત ખાનગી સાયબર સિક્યુરિટી કંપનીએ ચીન પર ભારતની મીડિયા કંપનીઓ અને પોલીસ પર સાઈબર હુમલો કરી શકે છે, યુએસ કંપનીએ બુધવારે દાવો કર્યો હતો કે તેને સાબિત કરવા માટે પુરાવા મળ્યા છે કે રાજ્ય પ્રાયોજિત ચાઇનીઝ ગ્રુપ (ચાઇનીઝ હેકર્સ ઇન્ડિયા) અને ભારતીય મીડિયા સંગઠન સાથે પોલીસ વિભાગ અને રાષ્ટ્રીય ઓળખના ડેટાની એક્સેસ હતી. તેના માટે જવાબદાર એજન્સી હેક થઇ હતી. મેસેચ્યુસેટ્સ સ્થિત રેકોર્ડ્ડ ફ્યુચર ઇન્સેક્ટ ગ્રુપે જણાવ્યું હતું કે હેકિંગ ગ્રુપ, જેનું નામ TAG-28 છે, વિન્ટી મૈલવેયરનો ઉપયોગ કરે છે.
અમેરિકાની સંસ્થા દ્વારા તે પણ કહેવામાં આવ્યું કે ઓગસ્ટ 2021ની શરૂઆતમાં નોંધાયેલા ડેટા દર્શાવે છે કે 2020ની સરખામણીમાં 2021માં ભારતીય સંગઠનો અને કંપનીઓને નિશાન બનાવતી રાજ્ય પ્રાયોજિત ચીની સાયબર પ્રવૃત્તિઓની સંખ્યામાં 261 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરીથી ઓગસ્ટની વચ્ચે બે વિન્ટી સર્વરો સાથે બેનેટ કોલમેન એન્ડ કંપની લિમિટેડ મીડિયા કંપનીને આપવામાં આવેલા ચાર ‘IP’ સરનામાંઓ શોધી કાઢવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ખાનગી માલિકીની મુંબઈ સ્થિત કંપનીના નેટવર્કમાંથી આશરે 500 મેગાબાઇટ ડેટા કાઢવામાં આવ્યો હતો. જૂથે કહ્યું કે તેને જાણવા મળ્યું છે કે મધ્યપ્રદેશના રાજ્ય પોલીસ વિભાગમાંથી સમાન તર્જ પર 500 મેગાબાઇટ ડેટા કાઢવામાં આવ્યો હતો.