- SCO અધ્યક્ષ બનવા પર ચીનના રાષ્ટ્રપતિ એ ભારતને શુભેચ્છા પાઠવી
- આગામી એસસીઓ સમિટ ભારતમાં યોજાઈ શકે તેવી શક્યતાઓ
દિલ્હીઃ- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પ્રભાવશાળી જૂથના અન્ય સભ્ય દેશોના નેતાઓ સાથે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની વાર્ષિક સમિટમાં હાજરી આપી હતી આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આજરોજ શુક્રવારે ભારતને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનનું પ્રમુખપદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગેૃ બન્નેએ હાથ મિલાપ કર્યો હતો. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે ચીન ભારતને આવતા વર્ષે કોન્ફરન્સનું આયોજન કરવામાં મદદ કરશે.
જો કે શી જિનપિંગના આ નિવેદન પરથી એમ અંદાજો લગાવાઈ રહ્યો છે કે આગામી SCO સમિટ ભારતમાં યોજાઈ શકે છે. લદ્દાખ સરહદ પર ભારત અને ચીન વચ્ચેના સૈન્ય તણાવ બાદ આ પ્રથમ વખત છે કે જ્યારે બન્ને દેશના નેતાઓ સામેસામે અકબીજા સાથએ મુલાકાર કરી હોય.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વાર્ષિક સંમેલનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે “અમે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માંગીએ છીએ આ સહીત પીએમ મોદીએ કહ્યું હતું કે અમે લોકો કેન્દ્રિત વિકાસ મોડલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમે દરેક ક્ષેત્રમાં ઇનોવેશનને સમર્થન આપી રહ્યા છીએ. આજે આપણા દેશમાં 70,000 થી વધુ સ્ટાર્ટ-અપ્સ અને 100 થી વધુ યુનિકોર્ન છે.”આ સાથે જ પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચેની વાતચીતનો એજન્ડા ઉદ્યાગ અને રાજનીતિ હશે.