દિલ્હી:ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નવી દિલ્હીમાં યોજાનારી G-20 સમિટમાં ભાગ લે તેવી શક્યતા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, શી જિનપિંગના સ્થાને બેઇજિંગનું પ્રતિનિધિત્વ ચીનના વડાપ્રધાન લી કિઆંગ કરશે.G20 નેતાઓની સમિટ નવી દિલ્હીમાં 9 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ સમિટ ભારતમાં વિશ્વ નેતાઓની સૌથી મોટી બેઠકોમાંની એક હોવાની અપેક્ષા છે. ભારતે 1 ડિસેમ્બર, 2022 ના રોજ ઇન્ડોનેશિયા પાસેથી G20 અધ્યક્ષપદ સંભાળ્યું.
ભારતમાં આયોજિત આ સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ ભાગ લઈ રહ્યા છે. તો આ એક એવી જગ્યા છે જ્યાં જિનપિંગને અમેરિકી રાષ્ટ્રપતિને મળવાની તક મળી શકે છે. બંને મહાસત્તાઓ પોતાના ખરાબ સંબંધો સુધારવા માંગે છે.શી છેલ્લે ઇન્ડોનેશિયાના બાલીમાં G20 સમિટ દરમિયાન ગયા નવેમ્બરમાં બાઇડેનને મળ્યા હતા.
ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે જાણીએ છીએ કે શીની જગ્યાએ વડા પ્રધાન આવશે.” ચીનમાં બે વિદેશી રાજદ્વારીઓ અને અન્ય G20 દેશના એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે શી સંભવતઃ સમિટ માટે ભારતની મુસાફરી કરશે નહીં. તેમના ભારત ન જવાના કારણો અંગે કોઈ સ્પષ્ટતા નથી.
LACને લઈને ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી મડાગાંઠ હજુ યથાવત છે. બંને દેશોના સૈન્ય કમાન્ડરો વચ્ચે વાટાઘાટોના અનેક રાઉન્ડ થયા છે પરંતુ સ્થિતિ સંતોષકારક હોવાનું કહેવાય નથી. ચીન તેની વિસ્તરણવાદી નીતિઓના ભાગરૂપે તેની સરહદે આવેલા દેશોની સરહદો પર અતિક્રમણ કરી રહ્યું છે.જૂન 2020 માં ગલવાન ખીણમાં ભારતીય સૈનિકો અને ચીની PLA સૈનિકો વચ્ચેની અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે ચીની સૈનિકોને ઘણી મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હતી. જે બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડી ગયા હતા. LAC પર બંને દેશોની સેના આમને-સામને હતી.
આ દરમિયાન બ્રિક્સ સંમેલન દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ અને પીએમ મોદી વચ્ચે મુલાકાત પણ થઈ હતી. પરંતુ આ સમય દરમિયાન પણ LAC પર ચીનના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. જો કે બંને દેશો વચ્ચે સૈન્ય સ્તરે વાતચીત હજુ પણ ચાલી રહી છે. આર્મી કમાન્ડરો સમયાંતરે મળે છે