- શું ચીને કોરોનાવાયરસને હથિયાર બનાવ્યુ??
- ચીની વૈજ્ઞાનિકોએ આ બાબતે કરી હતી ચર્ચા: રિપોર્ટ
- કોરોના માટે ચીન હોઈ શકે છે જવાબદાર: જાણકારનો મંતવ્ય
દિલ્લી: કોરોનાવાયરસના સંક્રમણથી હાલ સમગ્ર વિશ્વ ચીંતીત છે. અત્યાર સુધી કોઈ દેશ કોરોનાવાયરસના સંક્રમણને રોકવામાં સફળ થયો નથી. આવા સમયમાં એક રિપોર્ટ બહાર આવ્યો છે જેને જાણીને તમામ લોકોનું મગજ થોડીવાર તો કામ કરતુ બંધ કરી દેશે.
ઓસ્ટ્રેલિયાના ન્યુઝપેપરમાં છપાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાવાયરસના રોગચાળાએ વિશ્વને હચમચાવી નાખ્યું તેના ઘણા વર્ષો અગાઉ, 2015માં ચીની વૈજ્ઞાનિકોએ અને આરોગ્ય અધિકારીઓ દ્વારા લખાયેલ એક દસ્તાવેજ બહાર આવ્યો હતો. તે કહે છે કે ચીની વૈજ્ઞાનિકોએ 2015માં કોરોનાવાયરસને હથિયાર તરીકે ઉપયોગ કરવા અંગે ચર્ચા કરી હતી. કોવિડ-19 રોગચાળો ડિસેમ્બર 2019માં સાર્સ કોવ -2 નામના કોરોનાવાયરસ દ્વારા થયો હતો.
સાર્સ કોરોનાવાયરસ નવા યુગનું જેનેટિક હથિયાર સાબિત થઈ શકે છે, જેને કુત્રિમ રીતે બનાવવામાં આવ્યો હોઈ શકે અને તે અતિગંભીર સાબિત થઈ શકે તેમ છે. ઓસ્ટ્રેલિયાના ન્યુઝપેપરમાં દાવો કરવામાં આવ્યો છે કે “અનનેચરલ ઓરિજીન ઓફ સાર્સ એન્ડ ન્યૂ સ્પેસીઝ ઓફ મૈનમેડ વાયર” નામની જેનેટિક બાયોવેપંસની રિપોર્ટમાં કહ્યું છે કે ત્રીજુ વિશ્વયુદ્ધ જૈવિક હથિયારોથી લડવામાં આવશે. આ દસ્તાવેજમાં ખુલાસો થયો છે કે ચીની સેનાના વૈજ્ઞાનિકોએ સાર્સ કોરોના વાયરસના હથિયાર તરીકે ઉપયોગ કરવા અંગે ચર્ચા કરી રહ્યા છે.