Site icon Revoi.in

ચીનના વૈજ્ઞાનિકોએ ડાયાબિટીસથી પીડિત દર્દીઓ માટે કાયમી ઉપચાર શોધયો

Social Share

નવી દિલ્હીઃ ચીનના વૈજ્ઞાનિકો અને ડોક્ટરો ડાયાબિટીસથી પીડિત દર્દીઓ માટે આશાનું કિરણ લઈને આવ્યું છે. વિશ્વમાં પ્રથમ વખત કોઈ દર્દીની ડાયાબિટીસની થેરાપી દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું છે. આ થેરાપીને ‘સેલ થેરાપી’ તરીકે ઓળખવામાં આવે છે. શાંઘાઈ ચાંગઝેંગ હોસ્પિટલ અને રેનજી હોસ્પિટલના ડોકટરો અને સંશોધકોની સંયુક્ત ટીમે આ સફળતા હાંસલ કરી છે.

આ સંશોધન 30 એપ્રિલના રોજ સેલ ડિસ્કવરી જર્નલમાં જાહેર થયું હતું. સૌપ્રથમ એક ડાયાબિટીસના 59 વર્ષીય દર્દી પર આ થેરાપીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે વ્યક્તિ આશરે 25 વર્ષથી ડાયાબિટીસથી પીડિત હતો. ડાયાબિટીસના ઘણા પ્રકારો છે, જેમાંથી પ્રકાર 2 સૌથી સામાન્ય છે. ત્યારે આ વ્યક્તિ આ ડાયાબિટીસના પ્રકાર 2 થી પીડિત હતો. તો દુનિયામાં લગભગ 90 ટકા વ્યક્તિઓને આ પ્રકારની ડાયાબિટીસ હોય છે. આ પ્રકારની ડાયાબિટીસનું કારણ ખોરાક હોય છે, અને સમય જતા તેમાં વધારો થતો જાય છે.

આ દર્દીનું 2017 માં કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું, પરંતુ તેના સ્વાદુપિંડનો મોટાભાગનો ભાગ કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ કારણે દર્દીને દરરોજ કેટલાંક ઇન્સ્યુલિન ઇન્જેક્શન પર નિર્ભર રહેવું પડતું હતું. જુલાઈ 2021 માં દર્દીએ નવીન સેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. ટ્રાન્સપ્લાન્ટના અગિયાર અઠવાડિયા પછી, તેને બાહ્ય ઇન્સ્યુલિનની જરૂર નહોતી. બ્લડ ગ્લૂકોઝ લેવલને કંટ્રોલ કરવા માટે શરૂઆતના એક વર્ષ માટે લેવાની જરૂર પડી હતી, ત્યારબાદ તેની પણ જરૂર રહી ન હતી. ટ્રાન્સપ્લાન્ટ પછી દર્દી પાસેથી ફોલોઅપ લેવામાં આવ્યું હતું. દર્દી હવે 33 મહિનાથી ઇન્સ્યુલિનથી સંપૂર્ણપણે મુક્ત છે.

આ નવી થેરાપીમાં પહેલા દર્દીએ પોતાના પેરિફેરલ બ્લડ મોનોન્યુક્લિયર સેલને તૈયાર કર્યું. પછી તેનું બીજ કોષોમાં રૂપાંતર થયું. આ પછી, સ્વાદુપિંડના આઇલેટ પેશીને કૃત્રિમ વાતાવરણમાં સ્વાદુપિંડમાં પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. એક રીતે આ સ્ટેમ સેલ થેરાપીનું અદ્યતન સ્વરૂપ છે. હવે આ ટેકનિકનું અન્ય દર્દીઓમાં મોટા પાયે પરીક્ષણ કરવામાં આવશે. જો તે સફળ થાય છે તો તે ડાયાબિટીસના દર્દીઓ માટે સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.