Site icon Revoi.in

ચીની સૈનિકો બોલ્યા જય શ્રીરામ, LACનો વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ

Social Share

નવી દિલ્હી: રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારંભ બાદ હવે પટ સામાન્ય જનતા માટે પણ ખુલી ચુક્યા છે. આખા દેશમાં સોમવારે દિવાળી જેવો માહોલ હતો. ખાસ વાત એ છે કે ભારત જ નહીં અમેરિકા, મેક્સિકો, જાપાન સહીત દુનિયાના ઘણાં દેશોમાં રામના નામની ગુંજ સંભળાય રહી છે. આ દરમિયાન વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચીની સૈનિકો રામનું નામ લઈને જયકારા લગાવી રહ્યા છે.

સોશયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવે છે કે આ વીડિયો એલએસીનો છે અને તેમાં ભારતીય તથા ચીની સૈનિકો દેખાય રહ્યા છે. વીડિયો પ્રમાણે ભારતીય સૈનિક જય શ્રીરામ કહે છે અને તેના પછી ચીની સૈનિકો તેનો પુનરોચ્ચાર કરતા જોઈ શકાય છે. જો કે આ વીડિયોની કોઈપણ પુષ્ટિ રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવતી નથી.હજી સુધી એ  સ્પષ્ટ થયું નથી કે આ વીડિયો ક્યારનો છે.

2020માં ગલવાન ઘાટીમાં ઘર્ષણ બાદ સીમા પર ભારત અને ચીનના સંબંધો તણાવપૂર્ણ બનેલા છે. જો કે આ દરમિયાન બંને દેશો વચ્ચે સૈન્ય સ્તરની ઘણા રાઉન્ડની વાતચીત થઈ છે અને ઘણાં સ્થાનો પર ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા પર પણ સંમતિ બની, પરંતુ પરિસ્થિતિ સંપૂર્ણપણે સુધરી નથી. ભારતીય સેનાના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ કહ્યુ હતુ કે નિયંત્રણ રેખાની પાસે પરિસ્થિતિ સંવેદનશીલ છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, જનરલ મનોજ પાંડેએ કહ્યુ હતુ કે ઉત્તરીય સીમા પર સ્થિતિ સ્થિર પરંતુ સંવેદનશીલ છે. અમે બાકીના મામલાઓના સમાધાન શોધવા માટે સ્થાપિત પ્રોટોકોલ અને પ્રક્રિયા પ્રમાણે સૈન્ય તથા રાજદ્વારી એમ બંને સ્તરો પર વાતચીત ચાલુ રાખી છે.

એ પુછવામાં આવતા કે શું પૂર્વ લડાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈનિકોની સંખ્યા ઘટાડવાની કોશિશ કરવામાં આવશે, તેના જવાબમાં તેમણે કહ્યુ કે પ્રાથમિકતા 2020માં ગતિરોધ શરૂ થતા પહેલાની યથાસ્થિતિમાં પાછા ફરવાનો છે.

તેમણે કહ્યુ હતું કે હાલમાં અમારી કોસિશ 2020ના મધ્યથી પૂર્વની સ્થિતિમાં પાછા ફરવા માટે વાતચીત ચાલુ રાખવાનો છે. એકવાર આવું થવા પર અમે સૈનિકોની સંખ્યામાં ઘટાડાના મોટા મુદ્દા પર વાતચીત કરી શકીએ છીએ. એલએસી પર જ્યાં સુધી જે કંઈપણ સૈનિક તહેનાત કરવાની જરૂરત પડશે, અમે કરતા રહીશું.

સોમવારે બપોરે અયોધ્યા રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમારંભ પૂર્વ થયો. અયોધ્યામાં રામમંદિરની લંબાઈ (પૂર્વથી પશ્ચિમ) 380 ફૂટ છે. તેની પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે. ખાસ વાત એ છે કે આ મંદિર 392 સ્તંભો પર ટકેલું છે અને અહીં 44 દરવાજા છે.