ચીનનું જાસૂસી જહાજ ભારતનો વિરોધ છત્તાં શ્રીલંકાના હમ્બનટોટા પહોચ્યું – ભારતની વધી ચિંતા
- ચીનનું જાસૂસી જહાજ શ્રીલંકાના હમ્બનટોટા પહોચ્યું
- અમેરિકા સહીત ભારતની વધી ચિંતા
દિલ્હીઃ- ચીનનું ‘જાસૂસ’ જહાજ યુઆન વાંગ-5 આજરોજ મંગળવારે શ્રીલંકાના હમ્બનટોટા બંદરે આવી પહોચ્યું છે. ખાસ વાત એ છે કે ભારત અને અમેરિકા આ અંગે ચિંતામાં સરી પડ્યા છે. સેટેલાઇટ અને ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ ટ્રેકિંગ સુવિધાઓથી સજ્જ આ જહાજ 22 ઓગસ્ટ સુધી હમ્બટોટામાં રહી કે તેવી ઘારણાઓ સેવાઈ રહી છે.જો કે હજા શ્રીલંકા સાથેની વાતચીતની વિગતો સામે આવી નથી.
આ પહેલા શ્રીલંકાએ આ જહાજને બંદર પર એન્ટ્કરી કરવાની પણ ના પાડી દીધી હતી. જોકે બાદમાં ચીનના વિરોધ બાદ તેને મંજૂરી આપવામાં આવી અગાઉ આ જહાજ 11 થી 17 ઓગસ્ટ દરમિયાન હમ્બનટોટા પહોંચવાનું હતું. ભારતે શ્રીલંકા સાથે તેની રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી હતી, જેના કારણે શ્રીલંકાએ ચીનના જહાજને તેના બંદર પર ઉતરવાની મંજૂરી આપવામાં વિલંબ કર્યો હતો. અગાઉ આ જહાજ 11 ઓગસ્ટે આવવાનું હતું.
ભારત સરકારે આ ઉચ્ચ તકનીકી સંશોધન જહાજ અંગે ચિંતા વ્યક્ત કરી હતી કે આ જહાજ ભારત વિરુદ્ધ જાસૂસી કરી શકે છે. ભારતે આ અંગે કોલંબોમાં ફરિયાદ પણ નોંધાવી હતી. આ ચિંતાઓ હોવા છતાં, ચીની સંશોધન જહાજને હમ્બનટોટાની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી હતી.
ભારતે આ જહાજને જાસૂસી જહાજ તરીકે દર્શાવ્યું હતું. જાસૂસી જહાજ સમુદ્રના તળનો નકશો બનાવી શકે છે, જે ચીની નૌકાદળની સબમરીન વિરોધી કામગીરી માટે મહત્વપૂર્ણ છે. ચાઇનીઝ જહાજ યુઆન વાંગ 5 કો 2007 માં સંશોધન અને સર્વેક્ષણ તરીકે બનાવવામાં આવ્યું હતું અને તેની ક્ષમતા 11,000 ટન છે.ત્યારે આ જહાજ શ્રીલંકાના બંદરે આવતા ભારતની ચિંતામાં વધારો લથયો છે.
શ્રીલંકાના મુખ્ય બંદરની આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન, તે હિંદ મહાસાગર ક્ષેત્રના ઉત્તર-પશ્ચિમ ભાગમાં સેટેલાઇટ સંશોધન કરી શકે છે, જે ભારત માટે સુરક્ષાની ચિંતા પેદા કરી શકે છે.ચીનનું જાસૂસી જહાજ યુઆન વાંગ-5 જહાજ બેલિસ્ટિક મિસાઇલો અને ઉપગ્રહોને ટ્રેક કરે છે. ભારતે શ્રીલંકા સાથે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે જહાજ પરની ટ્રેકિંગ સિસ્ટમ્સ આ દરિયાકાંઠાના વિસ્તારમાં ભારતીય સુરક્ષા માળખા વિશે માહિતી એકત્રિત કરી શકે છે.