બિહારની પેટાચૂંટણીમાં ભાજપને સમર્થન આપવાની ચિરાગ પાસવાને કરી જાહેરાત
- ચિરાગ પાસવાને કરી જાહેરાત
- બિહારની પેટા ચૂંટણીમાં બીજેપીને આપશે સમર્થન
પટનાઃ- છેલ્લા કેટલાક દિવસોથી બિહારમાં યોજાનારી પેટાચૂંટણીને લઈને અનેક વાતાઘાટો ચાલી રહી હતી ,ગૃહમંત્રી શાહે ચિરાગ પાસવાન સાથે મુલાકાત બાદ બીજેપીને ચિરાગ પાસવાન ટેકો આપશે કે કેમ તે વાચે જોર પકડ્યું હતું ત્યારે હવે આ વાતને લઈને ચિરાગ પાસવાને મોટી જાહેરાત કરી દીધી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે બિહારમાં બે સીટો પર યોજાઈ રહેલી પેટાચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની તાકાત લગાવી દીધી છે. ચિરાગ પાસવાને બંને બેઠકો પર ભાજપને સમર્થન જાહેર કર્યું છે.
જાણકારી મુજબ સમર્થનને લઈને ચિરાગ પાસવાને કહ્યું કે ભાજપના નેતાઓ સાથે લાંબી વાતચીત બાદ તેઓ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા, આ દરમિયાન અન્ય ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. આ ચર્ચા આગામી સમયમાં પણ ચાલુ રહેશે.હાલની ચૂંટણીમાં હાલ પુરતી મહેનત કરીને ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે પાર્ટી પ્રયાસ કરશે તે નક્કી છે.
મીડિયા સાથએ વાતચીત દરમિયાન ચિરાગે એનડીએમાં તેમની વાપસી નિશ્ચિત માનવામાં આવી રહી છે તેમ પૂછતા તેમણે કહ્યું કે હું માત્ર પેટાચૂંટણીની વાત કરું છું. સાથે જ વાતચીત બાદ આગળનો કાર્યક્રમ નક્કી કરવામાં આવશે.
આથી વિશેષ ચિરાગ પાસવાને એમ પણ કહ્યું કે ગોપાલગંજ અને મોકામા વિધાનસભા સીટ પર યોજાનારી પેટાચૂંટણીમાં પણ ભાજપના સમર્થનમાં પ્રચાર કરવામાં આવશે.