આ વર્ષે કરવા ચોથનો તહેવાર 20 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. કરવા ચોથના તહેવાર દરમિયાન મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળા વ્રત રાખે છે અને સાંજે ચંદ્રના દર્શન કર્યા પછી જ ઉપવાસ તોડે છે. કરવા ચોથ એ પરિણીત મહિલાઓનો તહેવાર છે, તેથી આ તહેવારમાં મેકઅપનું પણ પોતાનું મહત્વ છે. મહિલાઓ સુંદર વસ્ત્રો પરિધાન કરે છે અને રાત્રે પૂજા કરીને ઉપવાસ તોડે છે. કરવા ચોથના વસ્ત્રો તમારા લુકને અલગ અને યુનિક બનાવવામાં મદદ કરશે.
• ઈન્ડો વેસ્ટર્ન
કરવા ચોથમાં અલગ દેખાવા માંગતા હોવ અને ભારતીય લુકની સાથે તમારા બ્લાઉઝમાં થોડો વેસ્ટર્ન ફ્લેવર ઉમેરવા માંગો છો, તો આ પ્રકારની બ્લાઉઝ ડિઝાઇન તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ પ્રકારના બ્લાઉઝની ડિઝાઇન યુનિક અને ટ્રેન્ડી હોય છે.
• વી નેક બ્લાઉઝ
V નેક બ્લાઉઝની ડિઝાઇન અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે. જો તમારો ચહેરો ગોળાકાર છે તો આ પ્રકારની બ્લાઉઝ ડિઝાઇન તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
• બેકલેસ બ્લાઉઝ
જો તમે ટ્રેન્ડી બ્લાઉઝ ડિઝાઇન પહેરવાનું પસંદ કરો છો, તો બેક લેસ ડિઝાઇન તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે, આ પ્રકારની ડિઝાઇન તમને ફ્રેશ અને ટ્રેન્ડી લુક આપે છે.