Site icon Revoi.in

જરૂર કરતાં વધુ મધ ખાવાનું છે પસંદ,જાણી લો તેનાથી થતા નુકસાન વિશે

Social Share

મધ સ્વાસ્થ્ય, ત્વચા અને વાળ માટે ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે.પરંતુ કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાન પહોંચાડી શકે છે. જો તમે મધનું વધુ પડતું સેવન કરો છો, તો તમારે તેનાથી થતા નુકસાન વિશે જાણવું જોઈએ.

વજન વધારવુંઃ કહેવાય છે કે એક ચમચી પણ એક કેલરી છે અને જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે વજન ઘટાડવાને બદલે વધી શકે છે. ભલે તેમાં ખાંડ કરતાં ઓછી મીઠાશ હોય, પરંતુ તેમ છતાં તે વજન વધારી શકે છે.

બ્લડ શુગરઃમધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ નિષ્ણાતોના મતે જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે શરીરમાં ગ્લુકોઝની માત્રા વધારી શકે છે.એવામાં મધ દિવસમાં મર્યાદિત રીતે ખાવું જોઈએ

દાંત: એક જ દિવસમાં મધને વારંવાર ખાવાથી તેની મીઠાશ મોંમાં બેક્ટેરિયાની સમસ્યા પેદા કરી શકે છે.એવું કહેવાય છે કે,આ બેક્ટેરિયા દાંત પર ખરાબ અસર કરે છે અને તેના કારણે મોંમાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે.

પાચન: એવું કહેવાય છે કે,મધનું વધુ પડતું સેવન પાચનતંત્રને અસર કરી શકે છે.તેનાથી પેટમાં દુખાવો અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે,જો તેમાં રહેલી મીઠાશ વધારે પ્રમાણમાં પેટમાં જાય તો ઝાડા પણ થઈ શકે છે.

બ્લડ પ્રેશરઃ જે લોકોને વારંવાર બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય છે, તેમણે પણ વધુ પ્રમાણમાં મધનું સેવન કરવાનું ટાળવું જોઈએ.કહેવાય છે કે મધની મીઠાશથી બ્લડ પ્રેશર વધવાની સમસ્યા થઈ શકે છે.