IPL-2021: ઇતિહાસનો સૌથી મોઘો ખેલાડી બન્યો ક્રિસ મોરિસ
મુંબઈઃ ઈન્ડિયન પ્રિમિયર લીગ એટલે કે આઈપીએલની 14મી સીઝન માટે ઓક્શન શરૂ થયું હતું. આ ઓક્શનમાં વિદેશી ખેલાડીઓ ઉપર ધનવર્ષા થઈ હતી. વિવિધ ફ્રેન્ચાઈઝ દ્વારા વિદેશી ખેલાડીઓને ખરીદવા માટે હોડ જામી છે. દરમિયાન આઈપીએલના ઈતિહાસમાં આ વર્ષે ક્રિસ મોરિસ સૌથી મોંધો ખેલાડી રહ્યો છે.
ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સે રૂ. 16.25 કરોડનો ખરીદ્યો હતો. આ ઉપરાંત ગ્લેન મેક્સવેલને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 14.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ચેન્નાઈમાં આઈપીએલની 14મી સિઝન માટે ઓકશન શરૂ થયું છે. આંતરરાષ્ટ્રી4ય ટી-20 રેન્કિંગમાં ટોપમાં સ્થાન મેળવનારા ક્રિકેટરો પણ ઓક્શનમાં જોડાયાં છે. ઓક્શનમાં વિદેશી ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા માટે તમામ ફ્રેન્ચાઈઝ દ્વારા ઉંચી બોલી લગાવાઈ હતી. જ્યારે ભારતીય ખેલાડી હનુમા વિહારી, કેદાર જાદવ અને કરુણ નાયરને નિરાશા સાંપડી છે.
આ ખેલાડીઓમાં કોઈ ફ્રેન્ચાઈઝ દ્વારા રસ નહીં દાખવવામાં આવતા તેમને અનસોલ્ડની યાદીમાં સામેલ કરવામાં આવ્યાં હતા. ક્રિસ મોરિસને સૌથી વધારે 16.25 કરોડ રાજસ્થાન રોયલ્સે, મોઈન અલીને રૂ. 7 કરોડમાં ચેન્નાઈ સુપરસિંગ્સે ખરીદ્યો હતો. જ્યારે ભારતીય ખેલાડી શિવમ દુબેને રાજસ્થાન રોયલ્સે રૂ. 4.40 કરોડનો ખરીદ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં દિલ્હી ડેરડેવિલ્સ દ્વારા ભારતીય બેસ્ટમેન યુવરાજસિંહને રૂ. 16 કરોડનો ખરીદવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 2020માં કોલકત્તા નાઈડ રાઈડર્સે રૂ. 15.5 કરોડમાં પેટ કેમિન્સને ખરીદ્યો હતો. આમ આઈપીએલના ઇતિહાસમાં ક્રિસ મોરિસને રૂ. 16.25 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે.