દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં તા. 25મી ડિસેમ્બરના રોજ ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તેમજ કેટલાક મુસ્લિમ દેશો અને ચીન અને ઉત્તર કોરિયામાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવતી નથી. એટલું જ નહીં મુસ્લિમ દેશોમાં ક્રિસમસની ઉજવણી ઉપર પ્રતિબંધ પણ ફરમાવવામાં આવ્યો છે.
એક રિસર્ચ અનુસાર દુનિયામાં સૌથી વધારે ખ્રિસ્તિ ધર્મમાં માનનારા લોકો છે. ભારત સહિત અનેક દેશોમાં તા. 25મી ડિસેમ્બરના રોજ નાતાલની ઉજવણી કરવામાં આવે છે. જો કે, દુનિયાના લગભગ 40 દેશમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવતી નથી. બિન ખ્રિસ્તિ દેશ એવા 43 દેશોમાં તા. 25મી ડિસેમ્બર સામાન્ય તારીખ છે. જે પૈકી 18 દેશમાં નાતાલની કોઈ પણ પ્રકારની ઉજવણી થતી નથી. અફઘાનિસ્તાનમાં તાલિબાનની સમાનતર સરકાર ચાલે છે. જેથી અહીં નાતાલની ઉજવણી જોખમી સાબીત થાય છે. મુસ્લિમ બહુમતી ધરાવતા અલજીરિયામાં નાતાલની ઉજવણી કરાતી નથી.
ઈસ્લામી દેશ બ્રુનેઈમાં સાર્વજનિક રીતે ક્રિસમસ નહીં ઉજવવાનો કાનૂન છે કાયદો તોડનારને પાંચ વર્ષની સજા 20 હજાર ડોલરનો દંડ કરાય છે. જો કે, બિન મુસ્લિમ ખાનગી રીતે ઉજવણી કરી શકે છે. કોમોરોસ અને પાકિસ્તાન જેવા મુસ્લિમ દેશમાં પણ નાતાલની ઉજવણી થઈ શકતી નથી. સહરાવી અરબ ડેમોક્રેટિક રિપબ્લિકમાં ક્રિસમસ જેવો કોઈ તહેવાર નથી. સાઉદી અરબમાં પણ વર્ષોથી ક્રિસમસના નામ ઉપર પરંપરા નિભાવવા ઉપર પ્રતિબંધ છે. શરીઆ કાનૂન આવ્યા બાદ વર્ષ 2015 પછી સોમાલિયામાં પણ ક્રિસમસની ઉજવણી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. લીબીયા અને યમનમાં પણ નાતાલની ઉજવણી થતી નથી. ભૂટાન, મંગોલિયા, તાજિકિસ્તાન, ટ્યુનીશિયા, ઉજબેકિસ્તાનમાં કિશ્ચિન ધર્મના લોકો વસવાટ કરે છે પરંતુ અહીં પણ તા. 25મી ડિસેમ્બર સામાન્ય તારીખ જ માનવામાં આવે છે. ચીનમાં પણ નાતાલના રોજ એક સમાન્ય દિવસ છે અને ક્રિસમસ પૂરી રીતે પ્રતિબંધિત છે. આવી જ રીતે ઉત્તર કોરિયામાં ક્રિસમસ પૂરી રીતે કાનૂનની વિરુધ્ધમાં છે.