આ દેશોમાં ખૂબ જ વિચિત્ર રીતે ઉજવવામાં આવે છે ક્રિસમસ,જાણીને જ રહી જશો દંગ
- આજે 25 ડિસેમ્બર એટલે નાતાલ
- ઘણા દેશોમાં થાય છે ધામધૂમપૂર્વક ઉજવણી
- તો કેટલાક દેશોમાં અજીબ રીતે ઉજવાય છે
- જાણીને જ રહી જશો દંગ
દર વર્ષે 25 ડિસેમ્બરનો દિવસ ખૂબ જ ખાસ હોય છે, કારણ કે તે નાતાલનો દિવસ છે. ઘણા દેશોમાં નાતાલનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.લોકો ક્રિસમસ ટ્રીને અલગ-અલગ રોશનીથી શણગારે છે અને સાથે સાથે સરસ ભોજન પણ ખાય છે.તો, સાન્તાક્લોઝ જગ્યાએ જગ્યાએ મીઠાઈઓ અને ચોકલેટનું વિતરણ કરે છે. જો કે કેટલાક દેશો એવા છે જ્યાં ક્રિસમસ ખૂબ જ વિચિત્ર રીતે ઉજવવામાં આવે છે, જેના વિશે જાણીને તમે ચોક્કસ દંગ રહી જશો. આવો જાણીએ તેમના વિશે…
Ukraine: સામાન્ય રીતે ક્રિસમસ ટ્રીને રોશનીથી સજાવવામાં આવે છે, પરંતુ આ દેશમાં એક પરંપરા છે કે,લોકો ક્રિસમસ ટ્રીની સાથે તેમના ઘરને તેમજ કરોળિયાના જાળાથી શણગારે છે. આ રિવાજ અહીં વર્ષોથી ચાલતો આવે છે.
Czech Republic: આ દેશમાં નાતાલના આગલા દિવસે અપરિણીત મહિલાઓ ઘરના દરવાજા પર ઊભી રહે છે પોતાના પગરખાને તેમના ખભા ફેંકે છે. જો જૂતા એડી તરફ નહીં પણ સીધા દરવાજાની સામે પડે છે, તો એવું માનવામાં આવે છે કે છોકરીના લગ્ન 1 વર્ષની અંદર થઈ જશે.
Norway: અહીંના લોકોમાં એવું માનવામાં આવે છે કે,ક્રિસમસની સાંજે, શેતાન જાદુગરો તેમના જાદુઈ સાવરણી પર બેસીને હવામાં ઉડે છે અને જે કોઈ સાવરણીને જુએ છે, તે તેના ઘરે પોતાનો પડાવ બનાવી લે છે. એટલા માટે આ દિવસે લોકો પોતાના ઘરમાં હાજર સાવરણીને છુપાવે છે.