Site icon Revoi.in

રાજધાની દિલ્હીમાં ક્રિસમસ પર પ્રાર્થના માટે ચર્ચ ખુલ્લા રહેશે પરંતુ મોટા કાર્યક્રમો પર પ્રતિબંધ  

Social Share

દિલ્હી:વૈશ્વિક મહામારી કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેર અને નવા વેરિયન્ટ  ઓમિક્રોનને કારણે સમગ્ર દેશમાં ગભરાટનું વાતાવરણ છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ હવે દરરોજ કોરોનાના સોથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.આવી સ્થિતિમાં ક્રિસમસ અને નવા વર્ષના કારણે સરકારે કડકાઈ વધારી છે. જો કે આ સમયગાળા દરમિયાન દિલ્હીના ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે.નાતાલના અવસરે પ્રાર્થના માટે ચર્ચો ખુલશે.

દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ગુરુવારે સ્પષ્ટ કર્યું છે કે,નાતાલ અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ધાર્મિક સ્થળો ઉજવણી અને પ્રાર્થના માટે ખુલ્લા રહેશે. આ દરમિયાન, કોરોના નિયમોનું સખતપણે પાલન કરવાનું રહેશે.

દિલ્હીમાં નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ સાથે કોરોનાના કુલ કેસ પણ સતત વધી રહ્યા છે. ગુરુવારે દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના 118 નવા કેસ નોંધાયા છે.આ સિવાય મહામારીને કારણે એક દર્દીનું મોત નીપજ્યું હતું, જેના કારણે મૃત્યુઆંક 25,103 પર પહોંચી ગયો છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 24 કલાકમાં કુલ 61322 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 118 કેસ પોઝિટિવ આવ્યા હતા.જે પછી સંક્રમણનો દર 0.19% ટકા નોંધાયો હતો.