Site icon Revoi.in

સિગરેટ આરોગ્ય માટે હાનીકારકઃ એક વર્ષમાં 80 લાખ લોકોએ ગુમાવ્યું જીવન

Social Share

દિલ્હીઃ સિગારેટ અને બીડી પીવાથી કેન્સર સહિતની ગંભીર બીમારીઓ થાય છે. દરમિયાન વર્ષ 2019માં સમગ્ર દુનિયામાં સિગરેટના કારણે 80 લાખ લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં હતા. તેમ છતા સિગારેટ પીનારાઓની સંખ્યામાં ઘટવાની જગ્યાએ સતત વધી રહી છે. લોકો ધ્રમુપાન સહિતના વ્યસનમાં છુટકારો મેળવે તે માટે ભારત સહિત દુનિયાના વિવિધ દેશો અને સામાજીક સંસ્થાઓ કામ કરી રહી છે. દરમિયાન નવા સંશોદનમાં દુનિયાના 110 કરોડ સિગરેટના વ્યસની હોવાનું સામે આવ્યું છે. જેથી સંશોધકોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમજ તમાકુ સંબંધીત મહામારી ફેલાત તે પહેલા સખ્ત નિર્ણયો લેવા માટે ભલામણ કરી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2019માં સિગરેટથી 80 લાખના મોત થયાં હતા. આ આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ 9 વર્ષના સમયગાળામાં સિગરેટ પીનારાઓની સંખ્યામાં 15 કરોડ લોકોનો વધારો થયો છે. એક રિસર્ચમાં ખુલાસો થયો છે. યુવાનો 25 વર્ષની ઉંમર સુધી પહોંચે તે પહેલા જ સિગરેટ પીવાનું શરૂ કરી દે છે. 30 વર્ષમાં દુનિયાનાં 20 દેશોમાં પુરૂષ વસ્તીએ ઘણી ઝડપથી સિગારેટ પીવાનું શરૂ ક્રી દીધુ છે. બીજી દુનિયાનાં 12 દેશોમાં મહિલા વસ્તી પણ ઘણી ઝડપથી સિગરેટની લતમાં ફસાઈ છે

રિપોર્ટ અનુસાર એશીયાઈ દેશોમાં ત્રણમાંથી એક શખ્સ સિગરેટ પીવે છે. ચીન બાદ સૌથી વધુ સ્મોકર્સ ભારતમાં છે. ભારત બાદ ધુમ્રપાન કરનારાઓમાં ઈન્ડોનેશીયા રશીયા, અમેરીકા, બાંગ્લાદેશ, જાપાન, તૂર્કી, વિયેટનામ અને ફીલીપાઈન્સ જ છે. ચીનમાં દર વર્ષે ધુમ્રપાનની બિમારીઓથી 10 લાખથી વધુ લોકોના મોત નીપજે છે અને આજ ચલણ ચાલુ રહ્યું તો વર્ષ 2030 સુધીમાં આ સંખ્યા બે ગણી થઈ જવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે.