Site icon Revoi.in

એરપોર્ટ પર બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને રોકનાર CISF અધિકારી મુકાયા મુશ્કેલીમાં

Social Share

મુંબઈઃ-સલમાન ખાન વિતલા દિવસોમાં ફિલ્મ ‘ટાઇગર 3’ના શૂટિંગ માટે રશિયા ગયા હતા. સલમાન ખાન જ્યારે જઈ રહ્યા હતા તે સમયનો તેમનો એરપોર્ટ પરનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સીઆઈએસએફ ઈન્સ્પેક્ટરે તેમને ચેકિંગ માટે અટકાવ્યા હતા. ત્યારે હવે માહિતી મળી રહી છે કે આમ કરનારા ઈન્સ્પેક્ટરની મુશ્કેલીઓ વધી છે. કહેવામાં આવી રહ્યું છે કે એક મીડિયા સંસ્થા સાથે વાત કર્યા બાદ તેનો ફોન જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે મીડિયા સાથે વાત ન કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

મુંબઈમાં ‘ટાઈગર 3’ના શૂટિંગ બાદ સલમાન ખાન અને કેટરિના કૈફ ગુરુવારે રાત્રે રશિયા જવા રવાના થયા હતા. સલમાનની સાથે તેનો ભત્રીજો નિરવ પણ હતો. સલમાન એરપોર્ટ પર કારમાંથી નીચે ઉતર્યા કે તરત જ તેને કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા. જ્યારે સલમાન ખાને પ્રવેશવાનું શરૂ કર્યું ત્યારે તેને સીઆઈએસએફ ઈન્સ્પેક્ટર દ્વારા રોકવામાં આવ્યો. વાયરલ વીડિયોમાં ઈન્સ્પેક્ટરની ઘણી ચર્ચા થઈ હતી. કેટલાક લોકો તેને હીરોની જેમ હેન્ડસમ કહી રહ્યા હતા, તો કેટલાક તેની ફરજ નિભાવવા બદલ પ્રશંસા કરી રહ્યા હતા.

https://www.instagram.com/viralbhayani/?utm_source=ig_embed&ig_rid=ef2e93d2-339c-4950-880a-82644bca6ee4

મીડિયા એહવાલ પ્રમાણે પ્રોટોકોલ તોડવા બદલ મીડિયા સાથે વાત કર્યા બાદ સલમાનને રોકનાર  સોમનાથ મોહંતીનો ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે તે મીડિયા સાથે આ ઘટના વિશે વધુ વાત ન કરે.

તે જ સમયે, રશિયાથી સલમાન ખાનનો નવો લૂક જારી  કરવામાં આવ્યો છે. લાલ દાઢીમાં તેમના ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફિલ્મમાં કેટરીના કૈફ અને ઇમરાન હાશ્મી પણ જોવા મળશે .