1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદમાં શહેરી બસ સેવા શુક્રવારથી પુનઃ દોડશેઃ સરકારે આપી મંજુરી
અમદાવાદમાં શહેરી બસ સેવા શુક્રવારથી પુનઃ દોડશેઃ સરકારે આપી મંજુરી

અમદાવાદમાં શહેરી બસ સેવા શુક્રવારથી પુનઃ દોડશેઃ સરકારે આપી મંજુરી

0
Social Share

અમદાવાદ: શહેરમાં કોરોનાના સંક્રમણને કારણે સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. જેમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા સ્થગિત કરવામાં આવી હતી. છેલ્લા બે મહિનાથી શહેરી બસ સેવા બંધ છે. સરકારે ગત અઠવાડિયે કેટલીક છૂટછાટો આપી હતી. પણ શહેરી બસ સેવા શરૂ ન કરાતા લોકોમાં વિરોધ ઊભો થયો હતો. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 28 મેથી શહેરમાં ફરીથી AMTS અને BRTSની બસો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાનું જોર ઘટતા લગભગ બે મહિના બાદ અમદાવાદના રસ્તાઓ પર ફરીથી AMTS-BRTSની બસો દોડતી જોવા મળશે.

અમદાવાદ શહેરમાં ઘણા દિવસોથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે. તેથી સરકારે વેપાર-ધેધાને સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ખોલવાની મંજુરી આપી હતી. પણ શહેરી બસ સેવા શરૂ કરવાની મંજુરી આપવામાં આવી નહતી. આથી લોકોએ માગણી કરી હતી કે, સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે બસ સેવા શરૂ કરવી જોઈએ. જેથી રાજ્ય સરકાર દ્વારા થોડી છૂટછાટ મળતા હવે AMC દ્વારા પણ બસો શરૂ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર બસોમાં મુસાફરી દરમિયાન લોકોએ કોરોના વાયરસની ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે.

કોરોનાના નિયમો પ્રમાણે હાલ બસમાં એક સાથે વધુમાં વધુ 50% મુસાફરો મુસાફરી કરી શકશે. જે મુસાફરોએ માસ્ક નહીં પહેર્યું હોય તેમને બસમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં. સંક્રમણ ન ફેલાય તે માટે દિવસમાં બે ટાઈમ બસોને સેનિટાઈ પણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર શરૂ થતાં અમદાવાદમાં પણ કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો હતો. જેને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 18 માર્ચના રોજ શહેરમાં AMTS અને BRTS બસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો હતો, જેને કારણે હજી સુધી અનેક નોકરિયાત વર્ગ, સામાન્ય અને ગરીબ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જો કે, હવે 28 મેથી બસોનું સંચાલન ફરી શરૂ થતાં લોકોને વધારે રાહત મળશે.

કોરોના વાયરસની બીજી લહેરમાં ગુજરાતની હાલત કફોડી બની ગઈ હતી. જેના કારણે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અને નિયંત્રણો રાખવામાં આવ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code