દિલ્હીઃ- ભારતના મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચુડને અમેરિકાની પ્રતિષ્ઠિત હાર્વર્ડ લો સ્કૂલ દ્વારા તેના સર્વોચ્ચ વ્યાવસાયિક સન્માન ‘ગ્લોબલ લીડરશીપ માટે એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે 11 જાન્યુઆરીએ CJIને એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી.
આ દરમિયાન, CJIએ તેમના કાર્યકાળના પ્રથમ વર્ષમાં સુપ્રીમ કોર્ટમાં લેવામાં આવેલી પહેલ વિશે વાત કરી. આમાં કોર્ટની પ્રક્રિયાઓમાં ટેક્નોલોજીનું એકીકરણ અને લિંગ સ્ટીરિયોટાઇપ્સનો સામનો કરવા માટે હેન્ડબુક લોન્ચ કરવાનો સમાવેશ થાય છે.
હાર્વર્ડ ખાતે લીગલ એઇડ ક્લિનિક્સનો ઉલ્લેખ કરતા, CJIએ કહ્યું કે કાયદાના વિદ્યાર્થીઓને ક્લિનિકલ લીગલ મોડલમાં સામેલ કરવા જોઈએ, જ્યાં તેઓ સ્થાનિક વિસ્તારોમાં વાસ્તવિક કેસોમાં સક્રિયપણે સામેલ હોય. વકીલોના માનસિક સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી તેમણે વકીલોના માનસિક સ્વાસ્થ્ય અંગેની તેમની ચિંતા પણ શેર કરી અને સૂચવ્યું કે વરિષ્ઠ વકીલો અને ન્યાયાધીશો તેમજ કાયદાની શાળાઓએ વિદ્યાર્થીઓને તણાવ અને માનસિક સ્વાસ્થ્યનો સામનો કરવા માટે તાલીમ આપવા માટેની પદ્ધતિ વિકસાવવી જોઈએ.
માહિતી અનુસાર CJI DY ચંદ્રચુડે 1982-83માં હાર્વર્ડ લૉ સ્કૂલમાંથી માસ્ટર ઑફ લૉઝ એન્ડ જ્યુરિસપ્રુડન્સની ડિગ્રી અને 1983-86માં ડૉક્ટરેટ ઑફ જ્યુરિસપ્રુડન્સ ની ડિગ્રી મેળવી છે.શનિવારના રોજ હાર્વર્ડ લો સ્કૂલમાં CJI DY ચંદ્રચુડે સ્કૂલના પ્રોફેસર ડેવિડ વિલ્કિન્સ સાથે ઊંડાણપૂર્વક વાતચીત પણ કરી હતી.