1. Home
  2. ગુજરાતી
  3. CJI ભરી અદાલતમાં વકીલ પર થયા ગુસ્સે, મર્યાદા જાળવવાનું કહેતા જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ- ચુપ, એકદમ ચુપ
CJI ભરી અદાલતમાં વકીલ પર થયા ગુસ્સે, મર્યાદા જાળવવાનું કહેતા જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ- ચુપ, એકદમ ચુપ

CJI ભરી અદાલતમાં વકીલ પર થયા ગુસ્સે, મર્યાદા જાળવવાનું કહેતા જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ- ચુપ, એકદમ ચુપ

0
Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે એક દુર્લભ નજારો જોવા મળ્યો. દેશના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ ભરી અદાલતમાં એક વકીલ પર ભડકયા હતા. એક અરજીના લિસ્ટિંગના મામલા પર તીખી નોકઝોંક દરમિયાન સીજેઆઈ ચંદ્રચૂડે એક વકીલને તેમના લહેજા માટે આકરો ઠપકો આપ્યો છે અને કોર્ટને ડરાવવા તથા ધમકાવવાની કોશિશો વિરુદ્ધ કડક ચેતવણી આપી.

આ દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડના ચહેરા પર તણાવ  સ્પષ્ટ દેખાય રહ્યો હતો. તેમણે વકીલને ટોકતા તેમનેવધુ સમ્માનજનક અને સંતુલિત દ્રષ્ટિકોણને રજૂ કરવા માટે જણાવ્યું. જ્યારે વકીલ જોરજોરથી સીજેઆઈ સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ કે એક સેકન્ડ, પહેલા તમારો અવાજ ધીમો કરો. તમે ભાજપની સુપ્રીમ કોર્ટની પહેલી અદાલત સમક્ષ દલીલ કરી રહ્યા છો, તમારો અવાજ ઓછો કરો. નહીંતર હું તમને અદાલતની બહાર કરાવી દઈશ.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે વકીલની સામાન્ય કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવતા પ્રશ્ન કર્યો કે તમે સામાન્ય રતે ક્યાં રજૂ થાવ છો? શું તમે દરેક વખતે આવી રીતે ન્યાયાધીશો પર બૂમો પાડો છો? સીજેઆઈએ કોર્ટ રૂમની મર્યાદા જાળવી રાખવાના મહત્વ પર ભાર મૂકતા કહ્યુ કે મહેરબાની કરીને પહેલા તમારો અવાજ ધીમો કરો. જો તમને લાગે છે કે તમે પોતાના મોટા અવાજથી અમને ડરાવી શકો છો, તો તમે ખોટા છો. આવું 23 વર્ષોમાં થયું નથી અને આવું મારા કરિયરના છેલ્લા વર્ષે પણ નહીં થાય.

ત્યાર બાદ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ ક્રોધિત થઈને કહ્યુ કે ચુપ, એકદમ ચુપ રહો. હાલ આ અદાલતનો છોડો. તમે અમને ડરાવી નહીં શકો. મુખ્ય ન્યાયાધીશની આકરી ચેતવણીથી અચંબિત થયેલા વકીલે તાત્કાલિક માફી માંગી અને વધુ વિનમ્ર રીતે પોતાની વાત કહેવા લાગ્યા. મહત્વપૂર્ણ છે કે આના પહેલા પણ જસ્ટિસ ચંદ્રચૂડે કથિતપણે વરિષ્ઠ એડવોકેટ વિકાસ સિંહ પર મોટા અવાજમાં વાત કરવાના મામલે નારાજ થઈ ચુક્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code