દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા CJI એનવી રમન અને જસ્ટિસ લલિત- રાષ્ટ્રપતિ ભવને ટ્વિટ કરીને આપી માહિતી
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા CJI એનવી રમન
- રાષ્ટ્રપતિ ભવને ટ્વિટ કરીને આપી માહિતી
દિલ્હીઃ- સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમણ અને જસ્ટિસ યુયુ લલિત વિતેલા દિવસને સોમવારના રોજ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ માહિતી શેર કરવામાં આવી છે.
આ ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે દેશના મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમન જસ્ટિસ યુયુ લલિત સાથે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા.સીજેઆઈ રમને 31 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના નવ જજોને શપથ લેવડાવ્યા બાદ રાષ્ટ્રપતિ આ બેઠક યોજાઈ હતી.
આ નવ જ્જોમાં ત્રણ મહિલા ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે એક સાથે નવ જજોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. વર્ષ 1993 માં પાંચ જજો જસ્ટિસ એન સંતોષ હેગડે, જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ એલએન રાવ અને જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાએ શપથ લીધા હતા.