Site icon Revoi.in

CJI રમના એ કોર્ટના આદેશોને ઝડપી અને સુરક્ષિત રીતે બહાર પાડવા લોંચ કર્યું ‘ફાસ્ટર’ સોફ્ટવેર 

Social Share

દિલ્હીઃ-  દેશભરના દરેક ક્ષેત્રમાં હવે ડિઝિટલ પ્રણાલી આવી ચૂકી છએ, અનેક કાર્યોને સરળ બનાવવાના હેતું થી કેન્દ્રની સરકાર ડિજિટલ મોડમાં આગળ વધી રહી છે,સ ત્યારે હવે કોર્ટ ક્ષેત્રમાંમ પણ ડિજિટલ પ્રણાલીવનો સમાવેશ થઈ ચૂક્યો છે.કારણ કે  મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમનાએ  આજ રોજ ગુરુવારે ઈલેક્ટ્રોનિક મોડ દ્વારા કોર્ટના આદેશોને ઝડપી અને સુરક્ષિત રીતે  જારી કરવા માટેનું સોફ્ટવેર લોંચ કર્યું છે.

આ ડિઝીટલ નિર્ણય ન્યાયિક આદેશોના ઝડપી સંચાર કરવામાં મદદરુપ બનશે,આ ફાસ્ટ એન્ડ સિક્યોર ટ્રાન્સમિશન ઓફ ઈલેક્ટ્રોનિક રેકોર્ડ્સ સોફ્ટવેરના ઓનલાઈન લોંચમાં સીજેઆઈ રમના, જસ્ટિસ એએમ ખાનવિલકર, ડીવાય ચંદ્રચુડ અને હેમંત ગુપ્તા અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો ઉપસ્થિતિ રહ્યા હતા.

સીજેઆઈએ આ સોફ્ટવેર લોંચ કરતા જણાવ્યું હતું કે  સુપ્રીમ કોર્ટ અને અન્ય હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશો ત્રીજા પક્ષકારોની દખલ વિના સુરક્ષિત રીતે ટ્રાન્સમિટ થવા જોઈએ. આ સાથે જ જણાવ્યું તકે તેઓના દ્રારા હાઈકોર્ટ સ્તરે 73 નોડલ ઓફિસરોની નિમણૂંક કરાઈ છે અને ન્યાયિક સંચાર નેટવર્ક દ્વારા જેલ અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. આ માટે એક સુરક્ષિત પાથવે ઈમેલ આઈડી સેટઅપ કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે દેશભરમાં આ જોડાયેલા નોડલ અધિકારીઓના કુલ 1 હજાર  887 ઈમેલ આઈડી છે. ફાસ્ટર જામીનના આદેશોને ઝડપી બનાવશે અને પ્રમાણીકરણ હેતુઓ માટે સુપ્રીમ કોર્ટના અધિકારીઓની ડિજિટલ હસ્તાક્ષર કરશે. સંદેશાવ્યવહાર ઈમેલ આઈડી ધારકો સુધી મર્યાદિત છે જે ગોપનીયતા અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે.