પાકિ.માં દુશ્મનોના ખાતમા પાછળ ભારતીય એજન્સીઓની સંડોવણીનો દાવો પાયાવિહોણોઃ ભારત
નવી દિલ્હીઃ પાકિસ્તાનને ભારત તમામ મુદ્દા ઉપર સણસણતો જવાબ આપે છે. સર્જિકલ સ્ટ્રાઈકલ હોય કે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપે છે. જ્યારે પડોશી દેશમાં ભારતના દુશ્મનોનો ખાતમો થઈ રહ્યો છે. જેને લઈને બ્રિટિશ અખબારે ચોંકાવનારો દાવો કર્યો છે. પાકિસ્તાનમાં ભારતના દુશ્મનોના ખાતમા પાછળ ભારતનો જ હાથ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દરમિયાન ભારતે પણ આ દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે.
બ્રિટિશ અખબારે દાવો કર્યો છે કે, ભારતની ગુપ્તચર એજન્સી ‘રો’નો પાકિસ્તાનમાં પોતાના દુશ્મનોના ખાતમા પાછળ હાથ છે. રિપોર્ટ અનુસાર, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આનો આદેશ આપે છે કેમ કે, ‘રો’નો કન્ટ્રોલ પીએમ મોદીના હાથમાં છે. સરકાર તેમના દુશ્મનોને વિદેશમાં ખાતમો કરી રહી છે. જે ભારત માટે ખતરા સમાન છે. જો કે, બ્રિટિશ મીડિયાના દાવાને ભારત સરકારે ફગાવ્યો છે. સરકારે આરોપોનું ખંડન કરતા જણાવ્યું હતું કે, ભારત ક્યારે ટાર્ગેટ કરતું નથી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે વર્ષ 2019માં પુલવામા હુમલા બાદ રાષ્ટ્રીય સુરક્ષાને લઈને ઓપરેશન ચલાવ્યું હતું. રિપોર્ટ અનુસાર 2020 પછી પાકિસ્તાનમાં લગભગ 20 લોકોની હત્યા થઈ છે. જેને અજાણ્યા બંદુકધારીઓએ અંજામ આપ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. માર્ચ 2022માં કરાચીમાં ગોળીબારીની ઘટનાને અંજામ આપવા માટે અફઘાની નાગરિકોને કથિત રીતે લાખો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. જે ઘટનાને અંજામ આપ્યા બાદ સીમા પાર ભાગી જાય હતા, જો કે, તેમના આકાઓને બાદમાં પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓની અટકાયત કરી હતી. જૈશ-એ-મોહમ્મદ કમાન્ડર શાહિદ લતીફને પણ પાકિસ્તાનમાં મારવામાં આવ્યો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાની તપાસનીશ એજન્સીઓએ હત્યારાને લતીફનું ઠંકાણુ શોધવા માટે એક ગુપ્ત ભારતીય એજન્ટને કથિત રીતે લાખો રૂપિયા આપવામાં આવ્યાં હતા.