જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેના અને અંતાંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકવાદી ઠાર
- સુરક્ષાદળોએ ચોક્કસ માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરી
- અન્ય આતંકવાદીઓને સામે એજન્સીઓએ શરૂ કર્યું અભિયાન
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર દેશમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ જમ્મુ-કાશ્મીરમાં અવાર-નવાર ભારતીય સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણની ઘટના સામે આવે છે. દરમિયાન સોપારમાં પણ આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. તેમજ અન્ય આતંકવાદીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.
જમ્મુ-કાશ્મીરના સોપોર વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. મોડીરાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે સોપોરના સાગીપોરા વિસ્તારમાં આતંકવાદીઓના એક જૂથ છુપાયા હોવાની ચોક્કસ બાતમી મળ્યા બાદ સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સમાચાર છે કે અહીં ત્રણથી ચાર આતંકીઓ છુપાયા છે અને સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા છે.