- જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ
- આ અથડામણમાં બે જવાન શહીદ
શ્રીનગર – છેલ્લા 2 દિવસથી જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો છે સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ શરુ જ છે ત્યારે આજરોજ શુક્રવારે પણ સેના અને આતંકવાદીઓ સામસામે આવી ગયા હતા જેમાં સેનાના જવાન શહીદ થયા હોવાની માહિતી સામે આવી રહી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુના રાજૌરી જિલ્લાના કાંડી વિસ્તારમાં આજે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે બન્ને તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. આ ઘટના અંગે સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે એન્કાઉન્ટર દરમિયાન બે જવાન શહીદ થયા છે. જ્યારે એક અધિકારી સહિત ચાર ઘાયલ થયા છે.
જો કે આ અથડામણ હાલ પણ ચાલી રહી છે તો તેમાં આતંકીઓનો પણ ખાતમો થી શકે છે અથડામણની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ઘાયલ જવાનોને કમાન્ડ હોસ્પિટલ ઉધમપુર લઈ જવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ માટે ઈન્ટરનેટ સેવાઓઠપ્પ કરી દેવાી છે.
પોલીસે આપેલી જાણકારી અનુસાર સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની ચોક્કસ બાતમી મળઈ હતી ત્માયાર બાત આ બાતમીના આધારે અહીં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
સર્ચ ઓપરેશન દરમિયાન, જ્યારે બન્ને સંયુક્ત ટીમો શંકાસ્પદ સ્થળ પર પહોંચ્યા તેવા જ આતંકવાદી તરફથી ગોળીબાર શરુ કરવામાં આવ્યો જવાબી કાર્યવાહીમાં પોલીસ અને સેનાએ પણ ગોળીબાર શરુ કર્યો આ દરમિયાન બે જવાન શહીદ થયા છે.આતંકવાદીઓએ વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરીને બ્લાસ્ટ કર્યો જેમાં આ જવાન શહીદ થયા ગહોવાનું કહેવાય રહ્યું છે, હાલ પણ અહી એન્કાઉન્ટર ચાલુ છે.આતંકીઓની સતત ઓશધખઓળ કરીને ગોળી બાર કરવામાં આવી રહ્યો છે.ત્યારે આતંકીઓનો પણ ખાતમો થઈ શકે તેવી શક્યતાઓ છે.