જમ્મુ કશ્મીરના રાજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધરાયું
શ્રીનગર – જમમિઉ કાશ્મીરમાં વિતેલા દિવાસથી જ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઇ છે ત્યારે આજે વહેલી સવારથી સેનાનું સર્ચ ઓપરેશન શરૂ છેજમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ચાલી રહેલા એન્કાઉન્ટરનો આજે બીજો દિવસ છે.
અત્યાર સુધી ની આતંકીઓ વચ્ચેની અથડામણમાં સેનાના બે અધિકારીઓ અને બે જવાનોના શહીદ થયા છે. જ્યારે સેનાની જવાબી કાર્યવાહીમાં આતંકી પણ ઘાયલ થયો છે. આ વિસ્તારમાં હાજર અન્ય આતંકવાદીઓને ખતમ કરવા માટે સેના પણ ખાસ ઓપરેશન ચલાવી રહી છે. આ વિસ્તારને પહેલેથી જ કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને બુધવારથી આતંકવાદીઓ રાજૌરીના કાલાકોટ વિસ્તારના જંગલોમાં સંતાયેલા છે. અને અહીં સેના અને આતંકીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થઈ રહ્યો છે. તબુધવારે આતંકીઓ સાથે સામ-સામે અથડામણ થઈ હતી. આતંકવાદીઓ એક મહિનાથી સંતાયેલા હતા.
જો કે વિતેલી રાત્રે ગોળીબારબંધ થઈ ગયો હતો પરંતુ આજરોજ ગુરુવારે સવારથી ફરી શરૂ થયો હતો. સૈન્ય સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઓપરેશન દરમિયાન સેનાને પ્રારંભિક નુકસાન આ વિસ્તારમાં રહેતી મહિલાઓ અને બાળકોને બચાવવામાં થયું હતું. સામાન્ય લોકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકો, પર્વતની નજીકના ઢોકમાં રહેતા, આતંકવાદી ગોળીબારનો ભોગ બને તેવી સંભાવના છે, તેથી સેના તેના ઓપરેશન દરમિયાન તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગે છે.