- છત્તીસગઢના સુકમામાં DRG જવાનો અને નક્સલવાદીઓ સામસામે
- મહિલા સહીત 2 નક્સલીઓ ઠાર મરાયા
રાયગઢઃ- છત્તીસગઢ નક્સલીઓ માટે જાણીતો વિલસ્તાર છે અહી અવાર નવાર નક્સલવાદીઓ અને જવાનો વચ્ચે અથડામણ થતી જોવા મળી છે ત્યારે આજે ફરી અહીંના ભેસાઈ વિસ્તારમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ છે.
અહી જવાનો અને નક્સલીઓ વચ્ચે થયેલા આ એન્કાઉન્ટરમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા છે. સુકમા પોલીસે જણાવ્યું કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાલ પણ ચાલી રહ્યું છે. જણાવવામાં આવ્યું હતું કે નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભેસાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના દંતેશપુરમ જંગલમાં આ એન્કાઉન્ટર શરૂ થયું હતું.
જો કે જવાનો હાલ પણ ઘટનાસ્થળે ઉપસ્થિત છે અને જંગલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. માહિતી પ્રમાણે 8 લાખ રૂપિયાના ઈનામ સાથે એસઓએસ કમાન્ડર મડકામ એરા ગોલાપલ્લી અને 3 લાખ રૂપિયાના ઈનામ સાથે નક્સલવાદી નેતા ઈરાની પત્ની પોડિયમ ભીમને ડીઆરજી જવાનોએ મોતને ઘાટ ઉતાર્યા હતા.
માહિતી અનુસાર સુરક્ષા દળોએ એન્કાઉન્ટર સ્થળ પરથી હથિયારો, મોટી માત્રામાં આઈઈડી અને સ્વચાલિત શસ્ત્રો સહિત અન્ય વસ્તુઓ પણ જપ્ત કરી છે. પરંતુ આ એન્કાઉન્ટર અને વિકાસ વિશે કોઈ સત્તાવાર નિવેદનની પુષ્ટિ હજુ પણ રાહ જોઈ રહી છે.